BREAKING NEWS

આજી, ન્યારી, લાલપરી અને મચ્છુ સહિત સૌરાષ્ટ્ર્રના 12 ડેમમાં બે ફૂટ સુધી નવા નીર

  • July 08, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળેનું લાલપરી તળાવ છલકાવામાં બે ફૂટનું છેટું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૧૨ ડેમમાં ૦.૧૦ ફટથી બે ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે જેમાં લાલપરી તળાવમાં સૌથી વધુ બે ફૂટ નવા નીરની આવક થતા હાલ લાલપરી તળાવ ૮૦ ટકા ભરાયું છે અને ઓવરલો થવામાં હવે ફકત બે ફૂટનું છેટું છે.
વિશેષમાં રાજકોટ લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં આજી ૧માં ૦.૧૩ ફૂટ, આજી–૩માં ૦.૩૯ ફૂટ, ન્યારી–૨માં ૦.૩૩ ફૂટ, લાલપરીમાં બે ફૂટ, કર્ણુકીમાં ૦.૩૩ ફૂટ, ઘેલા સોમનાથમાં ૦.૧૦ ફૂટ અને માલગઢ ડેમમાં ૧.૯૭ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.

મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં પોણો ફૂટ, ડેમી–૧માં ૦.૧૦ ફૂટ, ધોડાધ્રોઇમાં અડધો ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૨૦ ફૂટ, બ્રાહ્મણી–૨માં ૦.૮૨ ફૂટ, મચ્છુ–૩માં એક ફૂટ પાણીની આવક નોંધાઇ છે.

સૂત્રોએ ઉમેયુ હતું કે, આઠ જળાશયો ઉપર વરસાદ નોંધાયો હતો જેમાં રાજકોટ જિલ્લામાં ફોફળ ડેમ ઉપર સાત મીમી, આજી–૨ ઉપર સાત મીમી, ન્યારી–૧ ઉપર બે મીમી, લાલપરી ઉપર પાંચ મીમી, છાપરવાડી–૨ ઉપર પાંચ મીમી, ઘેલો સોમનાથ ઉપર પાંચ મીમી, મોરબી જિલ્લાના ડેમી–૩ ઉપર પાંચ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો–૨ (વડોદ) ડેમ ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application