BREAKING NEWS

કેન્દ્રીય બજેટ એટલે આરોગ્ય ક્ષેત્ર માટે ખુશી, જામનગરના બ્રાસ ઉધોગ માટે ગમ

  • February 02, 2026 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય બજેટ આરોગ્ય ક્ષેત્ર માટે ખુશી આપનારૂ તો જામનગરના બ્રાસ ઉધોગ  માટે ગમ આપનારૂ બની રહ્યું છે. કારણ કે જામનગરમાં આર્યુવેદ મેડીકલ સેન્ટરના નિર્માણની  આરોગ્યને બુસ્ટર ડોઝ અપાયો છે. જયારે સ્ક્રેપ વેચાણ પર ટીસીએસના દરમાં ૧ ટકાનો વધારાથી વેપારીથી વેપારીને વેચાણ કરતા ટ્રેડર્સોની મોટી કાર્યવાહી મૂડી સરકારમાં લાંબા સમય સુધી રોકાતા બ્રાસ ઉધોગને ફટકો પડશે. જો કે બજેટ એકદંરે રાહતરૂપ કારણ કે જામનગરના મહત્વના બ્રાસ ઉધોગ પર કરનું નવું કોઇ ભારણ ઝીંંકવામાં આવ્યું નથી.


કેન્દ્રીય નાણામંત્રીએ રવિવારે  વર્ષ ૨૦૨૬-૨૭ નું કેન્દ્રીય અંદાજપત્ર રજુ કર્યું  હતું. આ અંગેે જામનગર ફેક્ટરી ઑનર્સ એસોસિએશનને નિવેદનમાં જણાવ્યું છે કે, સંસ્થાના પ્રતિનિધિઓએ પ્રાથમિક અભ્યાસ કરતાં કેન્દ્રીય બજેટમાં નવા સ્થપાવા જઈ રહેલા ઓદ્યૌગિક એકમો માટે દરેક સરકારી મંજુરીઓ એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો કલીયરન્સ સીસ્ટમ બાબતે જાહેરાત કરી છે તે આવકાર્ય બાબત છે. હાલમાં નાના તથા સામાન્ય રોકાણકારો પુરતા અભ્યાસ વગર શેર બજારમાં ફયુચર-ઓપશનમાં ડીલ કરતાં હોય તેને નાણાંકીય ખોટ ન ખાવી પડે તે માટે તથા આવા વ્યવહારો પર અંકુશ લાવવા માટે માનવીય અભિગમ અપનાવી સીક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી છે.


ઈન્સ્યોરન્સના કલેઈમ પર મળનાર આવકને પણ ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત કરી છે. આવકવેરો છુપાવવા પર કોઈ સજા નહી પરંતુ કર ભરપાઈ કરવાની જાહેરાત કરી તથા અપીલમાં જવાની ફી અગાઉ ૨૦ ટકા  હતી તેમાં ઘટાડો કરી ૧૦ ટકા  કરવાની અને ખાસ કરીને વ્યાપાર-ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહીં નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે તે આવકાર્ય બાબત છે.  દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ વાહન નિમાર્ણ પર પ્રોત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, સૌર ઉર્જાને પ્રોત્સાહન મેડીકલ ટુરીઝમ માટે સરળતા તથા કેન્સર તથા સુગરની જીવન રક્ષક દવાઓ પર ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે જે આવકાર્ય બાબત છે.


 આત્મનિભર ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા, આર્થિક વિકાસની ગતીને તેજ કરવા માટે ખાસ કરીને મેન્યુફેકચીરંગ, પરંપરાગત ઉધૌગોને પુર્નજીવીત કરરવા, ચેમ્પીયન એમ.એસ.એમ.ઇ. નું નિર્માણ કરવા, ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબુત કરવા, તથા પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ પર જોર રાખવાની તથા ખાસ કરીને નિકાશ પર ભાર મુકવાની પણ વાત કરી છે જે આવકાર્ય છે.


વધુમાં જણાવ્યું છે કે, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા નાણામંત્રી સમક્ષ સ્ક્રેપના વેચાણ પર વસુલાતા ૧ ટકા ટીસીએસને નાબુદ કરવાની રજુઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટ સ્પીચ દરમ્યાન નાણામંત્રી એ સ્ક્રેપના વેચાણ પર ટીસીએસનો દર ૧ ટકા હતો તે વધારીને ૨ ટકા કરવાની જાહેરાત કરેલ છે. આ ટીસીએસ વધારાથી મેન્યુફેકચરીંગ એકમો પર કોઈ અસર થશે નહી પરંતુ વેપારીથી વેપારીને વેચાણ કરતાં ટ્રેડર્સને અસર થશે, અને તેઓની મોટી કાર્યકારી મુડી સરકાર માં લાંબા સમય સુધી રોકાઈ જશે.


 અમેરીકન ટેરીફ તથા વૈશ્વિક અનિશ્ચીતતા જેવા અનેક પરિબળોથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને તથા એમ.એસ.એમ.ઇ. સેકટરને વેગ આપવા માટે કોઈ વધારાનું કરભારણ નહી નાખી દેશને એક વધુ વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલા છે.  પ્રાથમિક દૃષ્ટિએ બજેટ નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક બની રહેશે, તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application