ઉનાના ફોજદારનો વચેટિયો એક લાખની લાંચમાં ઝડપાયો: પીએસઆઈ વરૂ ભૂગર્ભમાં

  • May 30, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ આરોપીને માર નહીં મારવા આ ફરિયાદ કરનારનું નામ નહીં ખોલવા ફોજદાર એચ.કે.વરૂ  વતી લાંચ લેતા વચેટીયો ઝડપાઈ ગયો હતો. જયારે નાસી છૂટેલા પીએસઆઈ વ‚ને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે. 
ઉપરોકત બાબતે ફરિયાદી દ્વારા ટોલ ફ્રી ફોન નં. ૧૦૬૪ ઉપર ફરિયાદ કરતા ઊના શહેરમાં ગઈકાલે મોડી સાંજે ગીર ગઢડા રોડ ઉપર આવેલ અન્નપૂર્ણા હોસ્પિટલ સામે આણંદની એન્ટી કરપ્સન બ્યુરો ટીમના પી.આઇ.એમ.એલ.રાજપૂત અને તેની ટીમે છટકું ગોઠવી વિજય છગનભાઈ જેઠવા ઉફેઁ ફાડીયો રે. ઊનાવાળાને ફરિયાદી પાસેી રોકડા રૂપિયા એક લાખ લેતા ઝડપી પાડયો હતો. અને તેને ઊનાના સર્કિટ હાઉસમાં લઇ જઇ આગવી પૂછ પરછ કરતા કરતા તેમણે અધિકારી સામે કબૂલાત આપેલ કે ઊના પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ. એચ.કે. વરુ ના કહેવાી આ રૂપિયા લીધા હતા. આ અંગે વધુ વિગત આપતા અધિકારી એ જણાવેલ કે બે માસ અગાઉ ઊના પોલીસે વિદેશ દારૂનો જથ્ો પકડેલ હતો તપાસ પી.એસ.આઇ. એચ.કે. વરું પાસે હતી જેમાં ફરિયાદી ના મિત્રને પકડેલ અને માર ન મારવાના અને દારૂના બારના અને અન્ય નામ ન ખોલવાના દીવના બાર સંચાલક પાસે રૂપિયા પાચ લાખ ની માગણી કરેલ હતી . અંતમાં રકઝક કરી રૂપિયા એક લાખ આપવાનુ નક્કી કરેલ હતું જે રકમ ફરિયાદી દીવવાળાને ના આપવી હોય તેી તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઓફીસ ફરિયાદ કરી હતી અને એ. સી.બી. નિયામક અમદાવાદના કે.બી. ચુડાસમાના સુપર વિઝન હેઠળ આણંદની એન્ટી કરપ્સન બ્યુરોના પી. આઇ.એમ. એલ. રાજપૂત અને તેની ટીમે ફરિયાદી અને પંચો સો રેડ કરી હતી. પકડાયેલ વચેટિયાઓ વિજય છગન જેઠવાને પકડી તેનો મોબાઈલ ફોન કબજે કરી કોલ ડિટેલ કાઢવાને કાર્યવાહી હા ધરી છે તેમજ પી.એસ.આઇ. વરુને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવે છે પી.એસ. આઇ. ભૂગર્ભ માં ઉતરી ગયા છે.
જાણવા મળતી વિગત મુજબ આ પી.એસ.આઇ. અગાઉ એહમદ પુર માંડવી ચેક પોસ્ટએ ફરજ બજાવી હતી. અને હાલ છેલ્લ ા ઘણા સમયી ચેક પોસ્ટ ઉપર હાજરી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application