પુતિન યુક્રેન પર પરમાણુ હુમલા કરવાના હતા પણ પ્રધાનમંત્રી મોદીએ તેને રોકયા
પુતિન યુક્રેન પર પરમાણુ હુમલા કરવાના હતા પણ પ્રધાનમંત્રી મોદીએ તેને રોકયા
July 15, 2026 02:41 PM
પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટેાશેવસ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્રારી ભૂમિકાની પ્રશંસા કરતા એક બોલ્ડ દાવો કર્યેા હતો. બાર્ટેાશેવસ્કીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ૨૦૨૨ ના અંતમાં યુક્રેનમાં રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનને વ્યૂહાત્મક પરમાણુ શક્રોનો ઉપયોગ કરતા અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ પુતિન વડા પ્રધાન મોદીને ગંભીરતાથી સાંભળે છે અને તેમના મંતવ્યોનો આદર કરે છે. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર ભારતના વલણની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતનો અભિગમ સાચો છે. ભારત એક મોટો અને મહત્વપૂર્ણ દેશ છે જેની અર્થવ્યવસ્થા તેલ અને ગેસના અવિરત પુરવઠા પર ખૂબ આધાર રાખે છે. તેમણે કહ્યું હતું કે પોલેન્ડ પણ ઈરાન સાથે સંપર્ક જાળવી રહ્યું છે અને સ્પષ્ટ્ર કયુ છે કે તેની પ્રાથમિકતા રાજદ્રારી ઉકેલ છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની જેમ પોલેન્ડ પણ વાતચીત અને સમજણ દ્રારા ઉકેલ માટે પ્રયત્નશીલ છે, જોકે અત્યાર સુધી તેની મર્યાદિત અસર જોવા મળી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શ થયું હતું અને હજુ પણ ચાલુ છે. દરમિયાન, ગયા મહિને સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્ર્રીય આર્થિક મચં દરમિયાન, રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને મહાન દેશ ગણાવ્યું હતું. તેમણે ભારતની સ્વતત્રં વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે ભારત તેના રાષ્ટ્ર્રીય હિતોને અનુપ તમામ દેશો સાથે સંબંધો વિકસાવી રહ્યું છે, જે સંપૂર્ણપણે સ્વાભાવિક છે. પુતિને આડકતરી રીતે યુનાઇટેડ સ્ટેટસ પર નિશાન સાધતા કહ્યું. રાષ્ટ્ર્રપતિ પુતિને ભારતની આર્થિક પ્રગતિની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને તેનો આર્થિક વિકાસ દર સૌથી ઝડપી છે. તેમના મતે, આ સફળતા આપમેળે આવી નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના સતત પ્રયાસો અને નીતિઓનું પરિણામ છે.