BREAKING NEWS

મેટોડામાં બાળકને ઢીંક મારતા બે મહિલાઓએ ૧૦ આખલા પર એસિડ છાંટી દીધું: અટકાયત

  • April 08, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડામાં બાળકને ઢીંક મારતા બે મહિલાઓએ ૧૦ આખલા પર એસિડ છાંટી દીધું: અટકાયત

રાજકોટ મેટોડા જીઆઇડીસીમાં ૧૦ આખલાઓ પર એસિડ છાંટી દેવામાં આવતા તે ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ અંગે જીવદયાપ્રેમીએ બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મહિલાઓની અટકાયત કરી પુછતાછ કરતા શેરીમાં રમતા તેમના બાળકોને આખલાએ ઢીંક મારતા આ બાબતની દાઝ રાખી આ નિર્દયી કૃત્ય આચયુ હતું.
મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૧ ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરનાર યુવાન રવિ બાવનભાઈ મોરી(ઉ.વ.૧૮) દ્રારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદ્દેશાના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શ્રી સોનલ સેનામાં કાર્યકર છે અને જીવદયાનું કામ કરે છે. આજથી દશેક દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટની સામે આવેલ ડાયમડં પાર્ક સોસાયટીમાં યુવાનના મિત્રના ઘરની નજીકની શેરીમાં આઠથી દસ આખલાઓ હતા જેમના પર કોઈએ એસિડ છાંટતા લોહી નીકળતું હોય અને ગંભીર રીતે દાઝી ગયા હોય જેથી યુવાને શ્રી સોનલ સેનાના સભ્ય ભગુભાઈ મોરીને વાત કરી હતી. બાદમાં પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા કોણે આચરી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન અને શોભનાબેનને આ પશુઓ પર એસિડ છાંટું હતું. જેથી આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને મહિલાઓ સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબધં અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બંને મહિલાઓની અટક કર્યા બાદ આ બાબતે તેમની પૂછતાછ કરતા થોડા સમય પૂર્વે અહીં શેરીમાં તેમના બાળકો રમતા હોય દરમિયાન આખલાએ તેમને ઢીંક મારી હતી જેથી આ બાબતની દાઝ રાખી બંને મહિલાઓએ આખલા ઉપર એસિડ છાંટવાનું નીર્દયી કૃત્ય આચયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News