દીવથી દરિયાઇ ખાડી માર્ગે દારૂની હેરાફેરી કરતા બે શખસો ઝડપાયા

  • March 21, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણી ૨૦૨૪ તથા હોળી-ધુલેટીના તહેવાર સબબ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દિવથી દરિયાઇ ખાડી માર્ગે ગુજરાત તરફ આવતો મોટા દારૂના જથ્થા સાથે શખ્સોને  ઉના સર્વલન્સ સ્કોર્ડ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગીર- સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ દ્વારા દારૂ-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અંગેની સૂચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. એમ.એન.રાણાની રાહબરીમાં સર્વેલન્સ સ્કોર્ડની ટીમો બનાવી દારૂ-જુગારના પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા સર્વલન્સ સ્કોડના પીએસઆઈ એચ.એલ.જેબલીયા, ધર્મેન્દ્રસીહ પરમાર, જોરૂભા મકવાણા, ભાવેશભાઇ ખસીયા, નાનજીભાઇ ચારણીયા સહીતની ટીમ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
એ દરમ્યાન બાતમી આધારે કેન્દ્ર શાસિત દિવમાંથી દરિયાઇ માર્ગે દારૂનો જથ્થો આવી રહ્યો છે જે બાતમીના આધારે પક્ષીઘર પાછળ દરીયાઇ ખાડીમા વોચ ગોઠવી હતી. એ વખતે પસાર થતાં બે શખ્સોને રોકી તલાશી લેતાં તેણે પહેરેલી બંડીમાં ચોર ખાના તેમજ હાથમાં રહેલા પ્લાસ્ટીકના ઝબલામાંથી ૨૩૬ દા‚ના ચપલા મળી આવતા જપ્ત કરી  હીરેન અરજણભાઇ ચૌહાણ તથા શોભીત જગુભાઇ શીયાળ (રહે બન્નેઉના)ને ઝડપી પાડી મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application