BREAKING NEWS

બેંકમાંથી ૧ કિલો સોનાના ઘરેણા ચોરીમાં અંતે બે અધિકારી સામે ગુનો દાખલ

  • December 19, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ઇન્ડિયન બેંકમાંથી એક કરોડથી વધુની કિંમતના એક કિલો જેટલા સોનાના દાગીના ચોરીના બનાવમાં અંતે એ ડિવિઝન પોલીસે બેંકના બે આસીસ્ટન્ટ મેનેજર સામે બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના રિંગરોડ પર ટ્વીન્સ ટાવરમાં આવેલ ઇન્ડીયન બેંકમાં આસીસટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામકુમાર વિનોદાનંદ ઝા એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શ્રુતી વૈભવ અંબાદાસ મેશરામ દિવાકર ગોપીચંદ શખારે રહે.ફલેટ નંબર 201 લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ મનહર પ્લોટ શેરી નં.11 15 ના ખુણે પ્રગતી હોસ્પીટલની પાછળ રાજકોટ, મુળ નાગપુર મહારાષ્ટ્ર અને વિષ્ણુ નારાયણ વાસુદેવ ઇલાયલા રહે. નિર્માણ એપાર્ટમેન્ટ, શીવ મંદિરની પાછળ, સ્ટેશન રોડ, લાલચકકી ચોક, ઉલ્લાસનગર, મુંબઈ અને નોર્થ પરવુર, અરનાકુલ્લમ, કેરેલા સામે એ.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


જેમાં ઇન્ડીયન બેંકમાં આસીસટન્ટ જનરલ મેનેજર તરીકે ૨૦૨૫ થી ફરજ બજાવે છે. ઈન્ડીયન બેંકની રાજકોટ બિઝનેસ સેન્ટર સમુધ્ધી ભવનની સામે, ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.૧૦, ગોંડલ રોડ બ્રાંચમાં બેંક મેનેજર તરીકે ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાય તથા તેના સિવાય અન્ય સ્ટાફ મેમ્બરમાં શ્રુતી દિવાકર શખારે તથા વિષ્ણુ નારાયણ એલાય કે જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, હાલ તેઓની બદલી ચેન્નઈ ખાતે થયેલ છે.


હેડ કેશિયર તરીકે ઉમેશ સીંગાળા, દેવુભાઈ ભારાઈ અને ક્લાર્ક તરીકે શૈલેસભાઈ શેઠ, શ્રેયસભાઈ પાઠક તથા વિનેશ દોમડીયા અને પટ્ટાવાળા તરીકે સંજયભાઈ ઝાલા ફરજ બજાવે છે. અમારી બેંકનું મુખ્ય કામકાજ પૈસા રોકડ ઉપાડ અને જમા લેવાનુ તથા સોના ઉપર ઘીરાણ અને લોન આપવાનુ કામકાજ છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં.૧૦ માં આવેલ બિઝનેસ સેન્ટર બ્રાંચમાં સ્ટ્રોંગ રૂમના મુખ્ય દરવાજાની ચાવી ગૌરીશંકર સામંતરાય કે જેઓ આ બ્રાન્ચના મેનેજર છે અને મુખ્ય દરવાજાની ચાવી હોદાની રૂએ તેની પાસે હોય છે, સ્ટ્રોંગ રૂમની બીજી ચાવી બ્રાંન્ચના હેડ કેસીયર પાસે પણ રહે છે.


તેમજ આ સ્ટ્રોંગ રૂમની અંદર આવેલી રોકડ અને ગોલ્ડ રાખવાની તીજોરી (કેસ સેફ) ની એક ચાવી હેડ કેશિયર પાસે તથા તેની બીજી ચાવી બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાસે રહે છે. મેઈન કેશ સેફની અંદર ગોલ્ડની અલગ તીજોરીમાં રાખવામાં આવે છે, જેમાં બ્રાન્ચમાંથી ગોલ્ડ લોન મેળવતા ગ્રાહકો આવતા હોય જેમાં ગોલ્ડન લોન ગ્રાહકોઓએ આપેલુ ગોલ્ડ રાખવામાં આવે છે આ ગોલ્ડ તીજોરીની ચાવીઓ શ્રુતિ શખારે તથા વિષ્ણુ એથાયલ પાસે તેઓના હોદાની રૂએ હોય છે.


તેમજ સ્ટ્રોન્ગ રૂમના લોકર માટેની માસ્ટર ચાવી ABM હોવાના નાતે શ્રુતી શખારે પાસે રહે છે. આ બધી ચાવી શ્રુતી શખારે પાસે એક પાઉચમાં રાખે છે. જયારે જયારે જરૂર પડે ત્યારે શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયથ આ લોકર, કેસ વોલ્ટ તથા સોનાના દાગીના મુકવાની અને કાઢવાની કામગીરી કરે છે.


શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયલમાંથી જે અધિકારી રજા પર જાય ત્યારે આ ગોલ્ડ લોકરની ચાવી એકબીજાને સોંપીને જાય છે, ત્યારે બન્ને ચાવી તેમાંથી બેંકમાં હાજર બીજા જવાબદાર અધિકારી પાસે રહે છે. સ્ટ્રોંગ રૂમમાં કેશ સેફની અંદર રહેલ ગોલ્ડ લોકરની ચાવી શ્રુતિ શખારે તથા વિષ્ણુ એલાયલ પાસે રહેતી હોવાથી ગોલ્ડ લોકરની મુખ્ય જવાબદારી બંનેની છે, બ્રાન્ચ મેનેજર બધાના કામકાજ ઉપર સુપરવીઝન કરી રજીસ્ટર તથા કેસ વોલ્ટ અવાર નવાર વિઝીટ કરતા હોય છે.


કેસ વોલ્ટ દરરોજ અને સોનાના દાગીના કયારેક કયારેક બેંક મેનેજર ચેક કરતા હોય છે. ગઇ તા.૧૮/૦૧/૨૦૨૫ ના બ્રાંચમા પંકજ મીણા જે રાજકોટ ઝોનલ ઓફીસ ખાતેથી આવેલ હતા. તેઓએ તથા બેંકની બ્રાંચના વિષ્ણુ એલાયથ દ્વારા ઇન્સપેકશન કરવામા આવેલ જેમા તમામ ડોક્યુમેન્ટ , કેશ તથા સોનાના દાગીનાનો હિસાબ બરાબર માલુમ થયેલ અને બાદમાં ૧૭/૦૩/૨૦૨૫ ના ઇન્સપેકશન ઓફીસ જે મુંબઇ ખાતે આવેલ હોય ત્યાંથી ચંદે ચેતનકુમાર બ્રાંચમાં ઇન્સપેકશન માટે આવેલ અને સોનાના દાગીના અંગે ખરાઈ કરતા દાગીનાના ૪૫ પાઉચ મળી આવેલ હતાં.


બ્રાંન્ચ મેનેજર ગૌરીશંકર સામંતરાયએ જયારે ઇન્સપેકશન કરેલ ત્યારે દાગીનાના પાઉચ ૪૭ હતા જેથી બે પાઉચ મિસીંગ હતા જે બાબતે તેઓએ આ ચંદે ચેતનકુમારે વાત કરેલ અને બ્રાંચમા બધે તપાસ કરેલ પરંતુ આ બન્ને મિસીંગ પાઉચ તેઓને મળેલ નહી, મુંબઇ અને રાજકોટ ઝોનલ ઓફીસ ખાતે જાણ કરેલ, બાદમાં બ્રાંન્ચ મેનેજરે ચેક કરેલ કે, આ મિસીંગ પાઉચ કોના છે, તો જાણવા મળેલ કે જેમા સંગીતા શ્યામ શાહ લોન રૂ. ૨૩.૯૮ લાખ જેમા ૧૦૮ નંગ હતા, જેનો નેટ વજન ૫૬૫.૬૦ ગ્રામ, શ્યામ મધુભાઈ શાહના લોન રૂ.૧૯.૧૮ લાખ જેમા ૫૦ નંગ જેનો નેટ વજન ૪૩૯.૫૦ ગ્રામ હતો.


જે લોન તેઓએ ૨૭/૦૯/૨૦૨૪ ના આપેલ હતી,લોન આપેલ ત્યારે તેમના સોનાના દાગીના હરીશભાઇ ઝીંઝુવાડીયા પાસે ચેક કરાવી લોન આપેલ હતી. જે પાઉચ ગુમ થયેલ અને મળી આવતા ના હોય જેથી બેંકમાં નોકરી કરતા કર્મચારીઓની પુછપરછ કરતા શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયલ કે જેની ચાવી અંગેની મુખ્ય જવાબદારી છે, તેમ છતાં તેઓએ કહેલ કે, મારી ચાવી કોઇએ લીધેલ હશે, તેની મને ખબર નથી અને બાદમાં આ શ્રુતી શખારે ૩૧/૦૧/૨૦૨૫ થી ૧૬/૦૨/૨૦૨૫ સુધી રજા ઉપર ગયેલ ત્યારે ચાર્જ અને ચાવી વિષ્ણુ એલાયલને આપીને ગયેલ હતા.


જેથી બ્રાન્ચ મેનેજરે આ બાબતે વિષ્ણુ એલાયલને પુછેલ તો, તેમને પણ જણાવેલ કે મને પણ ખ્યાલ નથી બાદમાં બ્રાંન્ચની બધી ચાવીનો એક સેટ બ્રાંન્ચમાં અને ત્યાની ઓફીસનો એક સેટ બ્રાંન્ચમાં રહે છે. ઇન્સપેકશન આવે ત્યારે ઇન્સપેકશન કરનાર અધીકારી ચાવીનો સેટ મંગાવતા હોય અને સોનાના દાગીના બાબતે તેઓએ તેની રીતે તપાસ કરતા આજ સુધી ગુમ થયેલ પાર્સલ મળી આવેલન હોય ફરીયાદ પરથી પોલીસે હવે તપાસ શરૂ કરી છે.



બેંકના બંને આરોપી કર્મચારી હાલ ચેન્નઈમાં ફરજ બજાવે છે,

આસીસ્ટન્ટ બેંક મેનેજર શ્રુતી દિવાકર શખારે તથા વિષ્ણુ નારાયણ એલાય હાલ તેઓની બદલી ચેન્નઈ ખાતે થયેલ છે. એફએસએલમાંથી લાઈ ડિટેકટ ટેસ્ટ માટે મંજૂરી મળી ગઇ હોવાનું અને સાત કર્મચારીઓના જાન્યુઆરીના અંતમાં લાઈ ડિટેકટ ટેસ્ટ તપાસ કરવામાં આવશે તેવું ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈ પાસેથી જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application