કુતિયાણા નજીક ખુનપુર જતા રસ્તે ચોરેલા બાઇક સાથે ભાગી રહેલા બે તસ્કરો પુલ પરથી નીચે ખાબકયા હતા. તેના સહિત કુલ ત્રણ તસ્કરોને પોલીસે પકડી પાડયા હતા. જે પૈકી બેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ એક ઇસમ નાશી છૂટયો હતો અને પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો પરંતુ આ બનાવ અંગે પોલીસમાં કોઇ વિધિવત જાહેરાત થઇ નહી હોવાનું સામે આવ્યુ છે.
કુતિયાણા પોલીસની કાર્યવાહી
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર જિલ્લામાં ચોરીના અનડિટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદરના ધુ્રવલ સી. સુતરીયા નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ જાડેજા તથા લોકરક્ષક જશવંતસિંહ મોરીને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ખુનપુર ગામ તરફ જતા રસ્તે બે મોટરસાયકલ સાથે ત્રણ ઇસમો અર્જુન ભુપતભાઇ વાઘેલા રહે. કુતિયાણા બાયપાસ પાસે ઝૂપડપટ્ટીમાં, રાજુ કારુભાઇ વાઘેલા રહે. ધરમપુર પાસે ઝૂપડપટ્ટીમાં અને ભરત ઉર્ફે હરિયો બાબુભાઇ પરમાર રહે. હેલાબેલી ગામ ભાગમભાગી કરતા હોય જે ખુનપુર તરફ જતા રસ્તે પુલ પાસે એક બાઇકચાલક બાઇક મૂકીને તથા અન્ય એક બાઇકચાલક પર બે ઇસમો બાઇક સાથે પુલ નીચે પડી ગયેલ છે. તેવી હકિકત મળતા પોલીસ સ્ટાફના માણસો તુરંત જ હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા સદર જગ્યાએ ત્રણ ઇસમો બે મોટર સાયકલ સાથે હાજર હોય જેથી મજકુર ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા મજકુર આરોપીઓએ બંને મોટરસાયકલની ચોરી કરેલાની કબુલાત આપતા હોય જે મોટરસાયકલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ થોડા દિવસ પહેલા ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી ચોરી કરેલાનું જણાવેલ જેની કિંમત ા. ૧૫,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ બીજુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જે વનાણા રોડ પર આવેલ દ્વારકાધીશ હોટેલેથી ચોરી કરેલાનું જણાવેલ હોય જેની કિં.ા. ૧૫,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ મજકુર એક આરોપીને બી.એન.એસ.એસ.ની કલમ-૩૫ મુજબ ધોરણસર અટક કરેલ છે તેમજ મજકુર બે આરોપીઓને ઇજા થયેલ હોય જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેમજ મળેલ મુદામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલી ચોરીના મુદામાલને ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ. એચ. જાડેજા તથા પી.આર. ઓડેદરા, વાય.એસ. વાળા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ભોજાભાઇ ગોજીયા, અલ્તાબ હસેનભાઇ, અક્ષયકુમાર જગતસિંહ ઝાલા, વિજય ખીમાણંદભાઇ ગાગીયા, અશ્ર્વિન વેજાભાઇ વ તથા જશવંતસિંહ રાયસિંહ મોરી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૦ હજારથી વધુ કેસરી ધજા તૈયાર કરવાની કામગીરી
June 05, 2025 03:12 PMબોખીરાના જનકપુરીમાં રહેતો યુવાન વ્હીસ્કીની ચાર બોટલ સાથે ઝડપાયો
June 05, 2025 03:11 PMજામનગરમાં સરકારી મીડીયમ ઇંગ્લીશ સ્કુલ બનશે ‘આશિર્વાદ’
June 05, 2025 03:10 PMબોખીરા-જ્યુબેલીની સરકારી સ્કૂલ પાસે આધેડ મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુ
June 05, 2025 03:10 PMપોરબંદરમાં વૃધ્ધત્વની સમી સાંજના ઓટલાનું થયુ નવીનીકરણ
June 05, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech