આજકાલ શિક્ષણ ખુબ જ મોંઘુદાટ બની ગયું છે, ત્યારે ગરીબોના બાળકો અંગ્રેજી મીડીયમમાં તો કયાંથી અભ્યાસ કરે, કારણ કે ખાનગી સ્કુલોમાં એટલી બધી ફી હોય છે કે, લોકો વિચારી પણ ન શકે કે છોકરો તેજસ્વી હોય તો પણ અભ્યાસ કરાવવો, પરંતુ જામનગરમાં પ્રથમ વખત કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિ દ્વારા બે નવી અંગ્રેજી મીડીયમ સ્કુલ શરૂ કરવામાં આવશે તેમજ બે નવી ગુજરાતી મીડીયમ સ્કુલ પણ શરૂ થશે, જેનાથી ગરીબ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની ફી ભરવી નહીં પડે, કેટલાય સમયથી અમે ગરીબોને વિનામૂલ્યે શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરતા હતાં, રાજય સરકારે જામનગરમાં તા.૩૧ મેના રોજ બે નવી અંગ્રેજી અને બે નવી ગુજરાતી મીડીયમ સ્કુલ શરૂ કરવા મંજુરી આપી દીધી છે, જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશન સંચાલીત બે અંગ્રેજી મીડીયમ સ્કુલમાં વિનામૂલ્યે શિક્ષણ મળશે, એટલું જ નહીં આ સ્કુલમાં અદ્યતન સુવિધા છે, રમત-ગમતનું મેદાન, અદ્યતન લેબોરેટરી અને આગામી દિવસોમાં મઘ્યાહન ભોજન પણ શરૂ કરવામાં આવશે, તેમ શિક્ષણ સમિતિના કાર્યદક્ષ ચેરમેન પરસોતમભાઇ કકનાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સમિતિ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે, એસ.ટી. ડેપો નજીક આવેલ દેવરાજ દેપાળ બિલ્ડીંગમાં અને સોનલનગરમાં ગરીબ લોકોના વિદ્યાર્થીઓ પણ ફી વિના અભ્યાસ કરી શકે તેવું આયોજન કરાયું હતું, રાજય સરકારમાં પણ આ અંગેનો માસ્ટર પ્લાન મુકાયો હતો અને રૂ .૪ કરોડનો ખર્ચ મંજુર થયો હતો, આગામી દિવસોમાં સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવશે અને વેકેશન ખુલતા આ બંને સ્કુલ શરૂ કરી દેવામાં આવશે જેમાં અદ્યતન સુવિધાઓ પણ હશે, બાળકો માટે ક્રીડાંગણ, રમતગમતનું મેદાન, આધુનિક લેબ સહિતની સુવિધા હશે, હાલમાં બાલવાટીકાથી ધો.૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.
શિક્ષણ સમિતિ દ્વારા નવી શ થનારી સ્કુલમાં બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહીં મીની થીયેટર, લેબોરેટરી અને મ્યુઝીકના સાધનો પણ આ નવી સ્કુલમાં હશે, કોર્પોરેશન નવી અંગ્રેજી માઘ્યમીક સ્કુલ શરૂ કરે તે માટે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ ખુબ જ સહકાર આપ્યો છે, આગામી દિવસોમાં સ્કુલ શરૂ થયા બાદ મઘ્યાહન ભોજનની વ્યવસ્થા શ થશે. હાલમાં જામનગર મહાપાલીકાની શિક્ષણ સમિતિ દ્વારા બે અંગ્રેજી અને બે ગુજરાતી નવી શાળા શરૂ થશે.
ખાસ કરીને રડાર રોડ ઉપર સવારે અને બપોરે બે પાળીમાં બે ગુજરાતી મીડીયમ સ્કુલ શરૂ થશે, આજુબાજુના વિસ્તારમાં સ્કુલ શરૂ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી માંગણી હતી જે પુરી થઇ છે, જેને કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓ નજીકમાં જ શિક્ષણ લઇ શકે. લાઇફ સંસ્થા, ન્યારા એનર્જીએ પણ આ સ્કુલમાં સહયોગ આપ્યો છે, કોર્પોરેશન સંચાલીત હાલમાં ૪૪ શાળાઓ છે જેમાં હવે ૪નો ઉમેરો થશે અને ૪૮ શાળાઓ બનશે. એક વાત મહત્વની એ છે કે, રડાર રોડ ઉપર બે ગુજરાતી મીડીયમ સ્કુલ શરૂ કરવાની છે જેમાં અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ એડમીશન થઇ ચૂકયા છે અને હજુ પણ એડમીશન આપવાનું ચાલું છે. સરકારમાં અવારનવાર રજૂઆત કર્યા બાદ મે મહીનાના અંતમાં જ જામનગરને નવી ૪ સ્કુલ શરૂ કરવાની મંજુરી મળી ગઇ છે તે ખુબ જ આનંદની વાત છે.
ખેર, જામનગરમાં પ્રથમ વખત શિક્ષણ સમિતિ દ્વારા અદ્યતન વિનામૂલ્યે અંગ્રેજી માઘ્યમીક શાળા શરૂ થનારી છે ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં શિક્ષણ લઇ શકે તે માટે અમારો પ્રયાસ છે અને આવનારા દિવસોમાં વધુને વધુ ધોરણ ઉમેરતા રહીશું તેમ પણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણીએ જણાવ્યું હતું.