પોરબંદરના બોખીરા-જ્યુબેલીમાં સરકારી સ્કૂલ પાસે રહેતી મહિલાએ તેના કબ્જાવાળા મકાનમાં જુગારધામ શ કરીને અન્ય જુગારણોને એકત્ર કરી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા ૬૪,૮૦૦ની રોકડ સાથે પાંચ મહિલાઓ મળી આવી હતી. જેને સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ.
બોખીરા-જ્યુબેલીમાં રહેતી સરોજબેન નટુ ધોકીયા નામની ૫૪ વર્ષની આધેડ મહિલાએ તેના મકનમાં જુગારધામ શ કરી બહારથી મહિલાઓને પત્તા ટીંચવા બોલાવી હતી. આથી પોલીસે સમયસર દરોડો પાડતા જુગારનો અખાડો ચલાવતી સરોજ ધોકીયા ઉપરાંત વાડીપ્લોટ શાકમાર્કેટ પાસે રહેતી નીલા દિલીપ પારેલીયા ઉ.વ. ૫૫, બોખીરામાં રામાપીરના દવારા પાસે રહેતી ભારતી તુલસીદાસ રાઠોડ ઉ.વ. ૫૧, બખરલાની બીલડી સીમમાં વાડીએ રહેતી શીતલ ખીમા સુંડાવદરા ઉ.વ. ૩૮ અને કમલાબાગ નજીક એમ.ઇ.એમ. સ્કૂલ પાસે રહેતી જયશ્રી પંકજ વિથલાણી ઉ.વ. ૩૮ મળી આવી હતી અને તેમની પાસેથી ગંજીપતાના બાવપ પાના, એક પાથરણું અને ૬૪,૮૦૦ની રોકડ મળી હતી. રાત્રે સવાઆઠ વાગ્યે દરોડો પાડયો હોવાથી આ પાંચેય જુગારણોને સવારે ઉદ્યોગનગર પોલીસમથક ખાતે હાજર થવાની સૂચના અપાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech