મુંબઈ–વડોદરા હાઈવે ઉપર ૨૫૦થી વધુ કિમીની સ્પીડે ઇખઠની ડિવાઈડર સાથે ટક્કર, બેનાં મોત
મુંબઈ–વડોદરા હાઈવે ઉપર ૨૫૦થી વધુ કિમીની સ્પીડે ઇખઠની ડિવાઈડર સાથે ટક્કર, બેનાં મોત
June 22, 2026 02:48 PM
મહારાષ્ટ્ર્રના બદલાપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જન્મદિવસની ઉજવણી પછી મિત્રો સાથે હાઇ સ્પીડ ડ્રાઇવ પર ગયેલા ત્રણ યુવાનોનો થોડીવારમાં જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. મુંબઈ–વડોદરા હાઇવે પર ૨૫૦થી વધુ કિલોમીટરની ઝડપે બીએમડબલ્યું કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં યુવક અને યુવતીનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાર એટલી ભયાનક સ્પીડમાં હતી કે તેનો અકસ્માત બાદ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ મૃતકોના શરીરના અંગો દૂર દૂર સુધી વિખેરાયેલા પડા હતા.મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (ઉં.વ.૨૬) અને બાંદ્રાના રહેવાસી રેબેકા જેકબ (ઉં.વ.૨૪) તરીકે થઈ છે. યોગેશનો જન્મદિવસ હતો અને તેણે બદલાપુર પશ્ચિમમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી. પાર્ટી પછી, યોગેશ, રેબેકા અને કાર માલિક અંગદ મોડી રાત્રે નિર્માણાધીન એકસપ્રેસ વે પર ફરવા ગયા હતા.આ દુ:ખદ અકસ્માત રવિવારની વહેલી સવારે થયો હોવાનું કહેવાય છે. બીએમડબલ્યું કાર ટિટવાલાથી બદલાપુર જઈ રહી હતી. એરનઝાદ વિસ્તાર નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને ઝડપી ગતિએ આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર ગોથા ખાતી ખાતી રસ્તા પર ઢસડાઈ હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બીએમડબલ્યુ સવારે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે એકસપ્રેસ વે પર બેફામ સ્પીડથી દોડી રહી હતી. એક સાક્ષીએ જણાવ્યું કે કાર બે વાર ખૂબ જ ઝડપથી નીકળી હતી. પણ ત્રીજી વાર જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. એક યુવતી ખૂબ દૂર ફેંકાઈ ગઈ હતી અને થોડીવારમાં જ તેનું મોત નીપયું હતું.