જેવો સગં તેવો રગં કહેવત સાચી ઠેરવતા બનાવો છાશવારે બનતા રહે છે વાંકાનેરના સરધારકા નજીક ચેકડેમમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બે ઇસમોને ઝડપી લીધા છે જે બંને ઈસમો મૃતક યુવાનના મિત્રો અને ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું ખુલ્યું છે
સરધારકા ચેકડેમમાં ગત તા. ૧૫ના રોજ અજાણ્યા પુષનો મૃતદેહ તરતો મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી વાંકાનેર સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી ટીમોએ તપાસ ચલાવી હતી અને મૃતકની માતા સુધી પહોંચી હતી મૃતક રાજેશ પ્રેમજી સોલંકી રહે શકિતપરા વાળા હોવાનું ખુલ્યું હતું તેમજ મૃતક રાજેશને આરોપીઓ જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી રહે બંને શકિતપરા વાંકાનેર વાળા સાથે ગત તા. ૧૩–૧૪ ના મોડી રાત્રીના બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ આરોપી જીતેન્દ્રએ માથાના પાછળના ભાગે કડા સાથે ૪–૫ ઝાપટ મારી ઇજા કરી બાઇકમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને પાણીના ખાડામાં ડુબાડી દેવાનો પ્લાન હતો પરંતુ હજુ થોડો જીવ હોય જેથી મોટો પથ્થર મારી મોત નિપજાવી સરધારકા નજીકના ચેકડેમમાં મૃતદેહ ફેંકી નાસી ગયા હતા. આ અંગેની વિગત અનુસાર મૃતક યુવાન બનાવની આગલી રાત્રે મિત્રોને મહેફિલમાં બેઠો હોય અને ગાળો બોલતો હોય જેથી આરોપી જીતુભાઇ રબારી અને મિત્રોએ મૃતકના માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો બાદ તેની લાશને બાઇક પર લઇ જઇ સરધારકા ગામની સીમમાં તળાવમાં ફેંકી હોવાનો ઘટસ્ફોટ થયો છેે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech