BREAKING NEWS

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના નામે 39 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો

  • December 17, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોશિંગ્ટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ પર હુમલાની ઘટના બાદ પ્રમુખની આકરી કાર્યવાહી, નવા પ્રવેશ નિયમો પહેલીથી અમલમા


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીને વધુ મજબુત બનાવવા ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ સાત દેશો અને પેલેસ્ટિનિયનો પર સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ લાદ્યો. આ ઉપરાંત, 15 અન્ય દેશોના નાગરિકો પર આંશિક પ્રવેશ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી હાલમાં યુએસ દ્વારા મુસાફરી પ્રતિબંધો અથવા પ્રવેશ પ્રતિબંધો હેઠળના દેશોની કુલ સંખ્યા 39 થઈ ગઈ છે.


નવો પ્રતિબંધ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે

વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટ અનુસાર, આ વિસ્તૃત મુસાફરી પ્રતિબંધો અને પ્રવેશ પ્રતિબંધો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. વહીવટીતંત્ર જણાવે છે કે આ પગલું નબળા વિઝા સ્ક્રીનીંગ સિસ્ટમ્સ, ઉચ્ચ વિઝા ઓવરસ્ટે દર અને આતંકવાદી પ્રવૃત્તિઓના ભયને કારણે લેવામાં આવ્યું છે.


આ 7 દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ

નવી જાહેરાતમાં બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયા પર સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા મુસાફરી દસ્તાવેજો ધરાવતા પેલેસ્ટિનિયનોને પણ પ્રતિબંધિત સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. લાઓસ અને સિએરા લિયોન, જ્યાં અગાઉ આંશિક પ્રતિબંધો હતા, હવે સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધને પાત્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application