BREAKING NEWS

ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોલ્ટન પર ગુપ્ત માહિતી ઈરાનને આપવાનો આરોપ

  • October 17, 2025 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન,કે જેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમના સલાહકાર તરીકે સેવા આપી હતી, તેમના પર ગંભીર ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો છે. બોલ્ટન પર તેમના ઘરે ગુપ્ત સરકારી દસ્તાવેજો સંગ્રહિત કરવાનો અને તેમના પરિવાર સાથે ગુપ્ત સરકારી વિગતો શેર કરવાનો આરોપ છે. બોલ્ટન સામે 18 આરોપો ઘડવામાં આવ્યા છે જેમાં એક એવો પણ આરોપ છે કે ઈરાન સાથે જોડાયેલા હેકર્સે બોલ્ટનનું ઇમેઇલ એકાઉન્ટ હેક કર્યું હતું અને ગુપ્ત માહિતી મેળવી હતી.

બોલ્ટને 2021માં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તેમના ઇમેઇલ હેકિંગ વિશે જાણ કરી હતી, પરંતુ તેમણે એ જાહેર કર્યું ન હતું કે તેમણે તે એકાઉન્ટમાંથી ગુપ્ત માહિતી શેર કરી હતી, જે હવે હેકર્સ પાસે છે. આ કેસ રિપબ્લિકન પાર્ટીના વિદેશ નીતિ નિષ્ણાતોમાંના એક બોલ્ટન પર કેન્દ્રિત છે, જે તેમના કટ્ટરપંથી વિદેશ નીતિ અને યુદ્ધ તરફી વલણ માટે જાણીતા છે. તેમણે ટ્રમ્પ સાથે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન એક વર્ષથી વધુ સમય સેવા આપી હતી પરંતુ 2019માં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.



બોલ્ટને આરોપો નકાર્યા

જોન બોલ્ટને ટ્રમ્પની આકરી ટીકા કરતું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. છેલ્લા મહિનામાં ટ્રમ્પના ટીકાકાર સામે દાખલ કરાયેલ આ ત્રીજો કેસ છે. જો કે બોલ્ટને આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને ટ્રમ્પ દ્વારા તેમના વિરોધીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "હવે હું ન્યાય વિભાગની રાજકીય યુક્તિઓનો નવીનતમ શિકાર બન્યો છું.



બોલ્ટન સામે ક્યા ક્યા આરોપ છે

આરોપ મુજબ, 2018 થી ઓગસ્ટ 2024 સુધી, બોલ્ટને તેમના પરિવારના બે સભ્યો સાથે 1,000 થી વધુ પાનાની ગુપ્ત માહિતી શેર કરી હતી, જેમાં ટોપ-સિક્રેટ મીટિંગ્સ, ગુપ્તચર અહેવાલો અને વિદેશી નેતાઓ સાથેની વાતચીતની વિગતોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજોમાંથી કેટલાકમાં વિદેશી વિરોધીઓની લશ્કરી યોજનાઓ, ગુપ્ત યુએસ કામગીરી અને હુમલાઓની જવાબદારી સંબંધિત માહિતી હતી.


ટ્રમ્પે કહ્યું મને કશી જ ખબર નથી

જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલ્ટનના આરોપ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ તેનાથી અજાણ છે. મને લાગે છે કે તે એક ખરાબ વ્યક્તિ છે. ટ્રમ્પે કહ્યું. 2019માં બોલ્ટનએ વ્હાઇટ હાઉસ છોડ્યું ત્યારથી ટ્રમ્પ અને બોલ્ટન વચ્ચે મતભેદ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application