BREAKING NEWS

જૂનાગઢ લોહાણા મહાપરિષદ ટીમ દ્રારા ત્રિવિધ કાર્યક્રમ

  • June 17, 2026 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં લોહાણા મહાપરિષદ ઝોન–૩ (જૂનાગઢ–ગીર સોમનાથ) દ્રારા લોઢીયા વાડી ખાતે રવિવારે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોરઠના લોહાણા મહાપરિષદના નવનિયુકત પદાધિકારીઓનું સન્માન, રઘુવંશી વિધાર્થીઓને સ્કોલરશીપ સહાય અંગેની વિગત તથા ગત બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિધાર્થીઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
લોઢીયા વાડીમાં રવિવારે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમોમાં ઝોન ૩ના નવનિયુકત પદાધિકારીઓનો સત્કાર સમારોહ, લોહાણા મહાપરીષદ દ્રારા જરૂરિયાતમદં પરિવાર માટે ઉપલબ્ધ વિધા–સહાય તેમજ ગત બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિધાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ પ્રારંભે દિપ પ્રાગટ દ્રારા અને રઘુવંશી શૌર્ય ગાન દ્રારા કરવામાં આવ્યું હતું અને બ્રિજેશભાઈ પટેલીયા દ્રારા પ્રાસંગિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ બંને જિલ્લ ામાંથી ઉપસ્થિત રહેલ ૮ પદાધિકારીઓએ સેવા, સંગઠન અને સંસ્થા પ્રત્ય સંનિ તાના શપથ મહાપરીષદના વરિ  ઉપપ્રમુખ નીતિનભાઈ રાયચુરા દ્રારા શપથ ગ્રહણ કર્યા હતા. લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ સતિષભાઈ વિઠલાણી વર્ચુયલ માધ્યમથી ઉપસ્થિત રઘુવંશી સમુદાયને સંબોધન કયુ હતું.સંસ્થાના ઝોનલ વાઈસ–પ્રેસિડેન્ટ યતીનભાઈ કારીયાએ મહાપરિષદ દ્રારા ચાલતી વિધા–સહાય યોજનાની તમામ વિગતો આપી હતી ત્યારબાદ પ્રમુખ પાર્થ કોટેચાએ જણાવેલ કે આગામી પાંચ વર્ષમા નહિ પણ અમેના સૂત્રથી તમામ કાર્યેા થશે અને વૈશ્ર્િવક સ્તરે ઝોન ૩ને આઉટસ્ટેન્ડિંગ ઝોન બનાવવા માટે દરેક પદાધિકારીઓએ કામ કરવાનું છે અને ઝોનલ ટીમ દર વર્ષે બે વખત દરેક તાલુકાની મહાપરીષદની ટીમની રૂબરૂ મુલાકાત લેશે. ખેતી બેન્ક ચેરમેન ડોલરભાઈ કોટેચાએ મંતવ્ય રજૂ કયુ હતું અને સતીશભાઈ વિઠલાણીને પ્રધાનમંત્રી, નીતિનભાઈ રાયચુરાની રાયપાલના દરે અને ઝોન ૩ના પદાધિકારીને મંત્રી મંડળ સાથે સરખાવી મહાપરિષદની લોહાણા સરકારની સમકક્ષ બિરદાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ નીતિનભાઈ રાયચૂરાએ જણાવ્યું હતું કે, પદાધિકારીના શપથ સમારંભમાં મહાપરિષદ પરિચય આપ્યો હતો અને સૌ પ્રથમ વખત સ્ટેજ વગર  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ મચં વગર જ એક સાથે બેઠા હતાં તેમજ સમાજના તમામ વ્યકિત એક જ સાથે બેસે તે અંગે પણ મહેચ્છા વ્યકત કરી હતી. લોહાણા કનેકટ એપ્લિકેશન અંગે વિગત જણાવી હતી, સમાજનું મોટું નેટવર્ક બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જયકિશનભાઈ દેવાણી, મનુભાઈ પટેલિયા, રાજુભાઈ જોબનપુત્રા, પ્રોફેસર ઉનડકટ, રાજુભાઈ ભોજાણી, મનસુખભાઈ પોપટ, ધર્મેન્દ્રભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમના અંતિમ ચરણમાં વિજયભાઈ ખખ્ખરના સંચાલન હેઠળ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.  કાર્યક્રમના અંતે આભારવિધિ ભોજાણીએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા લોહાણા મહાપરિષદ ઝોન–૩ની ટીમના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application