જામનગર સહિત રાજયમાં શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૨માં તત્વજ્ઞાનનું પેપર લેવાયુ હતું જેમાં પ ગેરહજાર નોંધાયા હતા, આજે ધો. ૧૦માં વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યુ હતું. જેમાં કુલ ૨૭૦ વિધાર્થીઓ ગેરહાજર રહયા હતા.
જામનગરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયા બાદ આજે ધો. ૧૦માં વિજ્ઞાનનું પેપર છે અને ધો. ૧૨માં સા.પ્ર.માં વાણિજય વ્યવસ્થા અને વિ.પ્ર.માં રસાયણ વિજ્ઞાનના પેપર ચાલી રહયા છે.
આજે સવારે લેવાયેલા ધો. ૧૦ વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માઘ્યમમાં ૧૨૯૭૫ હાજર અને ૨૪૪ ગેરહાજર, અંગ્રેજી માઘ્યમમાં ૨૧૦૬ હાજર અને ૧૬ ગેરહાજર, જયારે હિન્દી માઘ્યમમાં ૯૩ હાજર અને ૧૦ ગેરહાજર આમ આજે પેપરમાં ટોટલ ૧૫૧૭૪ હાજર અને ૨૭૦ ગેરહાજર રહયા હતા અને કોઇ કોપીકેસ નોંધાયો ન હતો. સંસ્કૃત પ્રથમાંના ગણિત વિષયમાં ૪૬ વિધાર્થી નોંધાયા હતા.
ગઇકાલે ધો. ૧૨માં તત્વજ્ઞાનનું પેપર લેવાયુ હતું, જેમાં ૯૭ છાત્ર હાજર અને ૫ ગેરહાજર નોંધાયા હતા. જામનગરમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં લેવામાં આવી રહી છે, ચાલુ વર્ષે ધો. ૧૦માં ૫૯ સ્થળો ખાતે ૫૭૭ બ્લોકમાં કુલ ૧૭૩૪૩ વિધાર્થી અને સંસ્કૃત પ્રથમાના ૪૬ વિધાર્થીઓ, ધો. ૧૨માં સા.પ્ર.માં ૯૧૬૯, સંસ્કૃત માઘ્યમના ૭૫ અને વિ.પ્ર.ના ૧૯૦૫ વિધાર્થીઓ પરીક્ષા આપી રહયા છે. તમામ કેન્દ્રો પર સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને ક્ધટ્રોલમ કાર્યરત કરાયો છે.