રાજકોટ વર્લ્ડ લીવર ડેના અવસરે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ભારતમાં ઝડપથી વધતા ફેટી લીવર રોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી અને તેને નિઃશબ્દ જીવનશેલી મહામારી તરીકે ગણાવવામાં આવ્યો છે, જે હવે ખાસ કરીને યુવાનોને પણ શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો વગર અસર કરી રહ્યો છે. આ વર્ષના વર્લ્ડ લીવર ડે ની થીમ, મજબૂત આદતો, મજબૂત લીવર છે.
ફેટી લીવર રોગ, જે એક સમયે મુખ્યત્વે દારૂના સેવન સાથે જોડાયેલી સ્થિતિ માનવામાં આવતી હતી, તે હવે ખરાબ આહારની આદતો, સ્થૂળતા, ડાયાબિટીસ અને બેઠાડુ જીવનશૈલીને કારણે દારૂ ન પીનારાઓમાં પણ વ્યાપકપણે જોવા મળે છે. ભારતમાં અંદાજે દર ૩ માંથી ૧ વ્યક્તિને ફેટી લીવર હોવાની શક્યતા છે,ડો. પ્રફુલ કમાણી અને ડો. પાર્થ વાધડિયા વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ જણાવ્યું હતું કે, ફેટી
લીવર એક એવો રોગ છે જેમાં શરૂઆતના તબક્કામાં મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે નિદાન થાય છે ત્યારે ઘણી વખત લીવરને નોંધપાત્ર નુકસાન પહોંચાડી ચૂક્યું હોય છે. જીવનશેલી સાથે જોડાયેલા કારણોસર, ખાસ કરીને યુવાનોમાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે. વોકહાર્ટ હોસ્પિટલ્સમાં લીવર સંબંધિત રોગોની ઓળખ અને સારવાર માટે અદ્યતન તપાસ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે.