ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સુરત શહેરની મજુરા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીનો આજે તા.૮ જાન્યુઆરીના જન્મદિવસ છે. તા.૮-૧-૧૯૮૫ના રોજ સુરતમાં જન્મેલા હર્ષભાઇ સંઘવીએ આજે સફળ જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થી કાળથી જ ભાજપના કેસરિયા રંગે રંગાયેલા હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સુરત શહેરથી લઇને ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી સેવા આપી ચુક્યા છે. વર્ષ-૨૦૦૮માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી પદે તેમની નિયુકિત થઈ હતી ત્યારબાદ ૨૦૧૦માં ફરી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી, જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા હતા. જ્યારે વર્ષ-૨૦૧૧મા યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ અને ૨૦૧૩માં યુવા મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો ૨૦૧૪માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે તેમની નિમણુંક થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ-૨૦૦૭માં વિધાનસભા ચૂંટણી લડયા હતા જેમાં ૭૧,૫૫૬ મતની બહુમતીથી સમગ્ર રાજ્યના સૌથી યુવા ૨૭ વર્ષીય ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા, ત્યારબાદ ૨૦૧૭માં બીજી વખત ચૂંટણી લડયા હતા જેમાં ૮૫,૮૨૭ મતની બહુમતીથી વિજેતા થયા હતા અને વર્તમાન ત્રીજી ટર્મમાં ૧,૧૬,૬૭૫ મતની જંગી બહુમતીથી વિજેતા થયા હતા. હાલમાં તેઓ તા.૧૭ ઓકટોબર ૨૦૨૫થી ગુજરાત રાજયના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે અને ગૃહ, વાહન વ્યવહાર, ઉદ્યોગ, નાગરિક-ઉડ્ડયન, પ્રવાસન, યુવા સેવા સાંસ્કૃતિ, યાત્રાધામ, નાગરિક સંરક્ષણ પ્રિન્ટીંગ સ્ટેશનરી, જેલ, પોલીસ હાઉસીંગ વગેરે વિભાગોનો પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે.આજકાલ દૈનિક પરિવાર સાથે વર્ષોથી પારિવારિક નાતો ધરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આજકાલ દૈનિક આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી ચુક્યા છે. જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેમજ સિધ્ધિ-પ્રસિધ્ધીના નવા સોપાનો સર કરે તેવી આજકાલ દૈનિક પરિવારએ શુભકામનાઓ પાઠવી છે. આજે તેમના જન્મદિવસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમના મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૦૩૯૧૪ અને ૯૯૨૫૨ ૨૨૨૨૨ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.