સંસદ પર હુમલાની આજે 22મી વરસી પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ

  • December 13, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર આતંકવાદી હુમલાની આજે 22મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. સંસદ પર હુમલાને 22 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ આ ઘાતકી આતંકવાદી હુમલાની યાદ ભારતીયોના હૃદય અને મગજમાં તાજી છે. 22 વર્ષ પહેલા આ દિવસે થયેલા આ હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સામેલ હતા. તે જ સમયે, હુમલો કરનારા પાંચેય આતંકવાદીઓ પણ માયર્િ ગયા હતા. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કયર્િ હતા. આ ઉપરાંત પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને પણ મળ્યા હતા. 13 ડિસેમ્બર 2001ની સવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. વિપક્ષી સાંસદો રાજ્યસભા અને લોકસભામાં શબપેટી કૌભાંડ, કફનના ચોર, સિંહાસન છોડીને સૈન્ય લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે તેવા સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ સાંસદો સંસદમાં જ હાજર હતા. ત્યારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ સફેદ એમ્બેસેડર કારમાં સંસદ ભવન સંકુલમાં પ્રવેશ્યા. એક આતંકવાદીએ સંસદ ભવનનાં ગેટ પર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. આતંકવાદીઓએ એમ્બેસેડર કાર પર ગૃહ મંત્રાલયનું સ્ટીકર પણ લગાવી દીધું હતું.

આ આતંકી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરુ અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી નો હાથ હતો. અફઝલ ગુરુને 12 વર્ષ બાદ 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application