ગોંડલ જેલમાં ચોરીના આરોપીએ લોખંડનું પતં ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બેરેકમાં સાથે રહેલા ત્રણ કેદીઓ રાત્રીના સમયે વંદા અને ઉંદર માથે ફેંકી હેરાન પરેશાન કરતા હોય તે બાબતે જેલ સિપાઈને રજુઆત કરી હતી. જેથી જેલ સિપાઈએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા ત્રણ કેદીઓએ ખૂનની ધમકી આપતાં ચોરીના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. ઘવાયેલા કેદીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડો હતો. હાલ ગોંડલ જેલમાં રહેલા વિરપુરના જલારામનગરના રહેવાસી ૩૦ વર્ષીય કેદી અરવિંદભાઈ ધીભાઈ રાઠોડે આરોપી તરીકે અજય ઉર્ફે ટીડો ચનાભાઈ સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગનભાઇ પરમાર અને દિલીપ ભરત રાઠોડનું નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ માસથી ગોંડલ સબજેલમાં છે. ગોમટા ગામ ખાતે ચોરી કર્યાના ગુનામાં અહીં બંદીવાન છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા. ૦૮૦૭૨૦૨૬ ના સાંજના છ વાગ્યે અમને બધા કેદીઓને વોર્ડમાં બધં કરી દીધેલ હતા. બાદમાં રાત્રિના આશરે સાડા દસ વાગ્યે અમારા વોર્ડમાં કેદી અજય ઉર્ફે ટીટો સાકરીયા, ભાવીક ઉર્ફે ગાંધી છગનભાઈ પરમાર તથા દિલીપભાઈ ભરતભાઈ રાઠોડ સહીત અમે બધા બેરેક ન.ં ૩ વોર્ડ ન.ં ૨ મા છીએ. તેઓ રાત્રિના સમયે મને સુવા દેતા ન હોય અને મારી તરફ ઉંદર તથા વંદા આવવા દેતા હોય જેનો મને ડર લાગતો હોય હત્પં ઉંઘી શકતો ન હોય જેથી મે ત્રણેય શખ્સોને આવું નહિ કરવા જણાવ્યું હતું. બાદ હત્પં સુઈ ગયેલ હતો. બીજા દિવસે સવારના છ વાગ્યે અમને બેરેકમાંથી બહાર કાઢતા ત્યાં હાજર ફરજ પરના જેલ સિપાઈને મેં આ બાબતે જાણ કરેલ હતી. જેથી તેમણે ત્રણેય શખ્સોને ઠપકો આપેલ હતો. થોડીવાર પછી ત્રણેય શખ્સોએ મને કહેલ કે, તે શું કામ જેલ સિપાઈને જાણ કરી તેમ કહી ધમકી આપેલ કે, તું પાછો વોર્ડમાં તો અમારી સાથે જ આવીશ ને કહી અજયે મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બાદ સવારના આશરે સાડા નવ વાગ્યે મારી બેરેકમાંથી નીકળી બહાર આવી ત્યાં એક લોખંડનું પતં પડેલ જેને મારી જાતે ગળાના ભાગે મારી દીધેલ હતું જેના લીધે મને ગળાના ભાગેથી લોહી નીકળવાં લાગેલ હતું. જેથી કોઈએ જેલના કર્મચારીઓને જાણ કરતા જેલ સિપાઈ મિલનભાઈ બારડ સહિતનાએ મને સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કર્યેા હતો. બનાવ અંગે હોસ્પિટલના બિછાનેથી ચોરીના આરોપીએ ફરિયાદ આપતાં ગોંડલ બી ડિવિઝન પોલીસે ત્રણેય શખસો વિદ્ધ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી