હોર્મુઝમાં ટેન્કર જહાજો પર ઈરાની હુમલામાં એક ભારતીયનું મોત: આઠ નાવિક ઘાયલ
હોર્મુઝમાં ટેન્કર જહાજો પર ઈરાની હુમલામાં એક ભારતીયનું મોત: આઠ નાવિક ઘાયલ
July 14, 2026 11:21 AM
સંયુકત આરબ અમીરાત (યુએઈ) એ દાવો કર્યેા છે કે હોર્મુઝ સ્ટ્રેટ નજીક તેના બે ઓઇલ ટેન્કર પર ક્રુઝ મિસાઇલથી હત્પમલો કરવામાં આવ્યો હતો. એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા..યુએઈએ બદલો લેવાની ચેતવણી આપી છે, આ હત્પમલાને આંતરરાષ્ટ્ર્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને તેના બે ઓઇલ ટેન્કર પરના હત્પમલાને બેશરમ હત્પમલો અને આંતરરાષ્ટ્ર્રીય કાયદાનું સ્પષ્ટ્ર ઉલ્લંઘન ગણાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હત્પમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયે ઉમેયુ હતું કે યુએઈ તેના પ્રદેશ, નાગરિકો અને રહેવાસીઓને સુરક્ષિત રાખવા અને આ હત્પમલાનો જવાબ આપવા માટે તમામ જરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. અહેવાલો અનુસાર, ઈરાને વહેલી સવારે હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ છેડે ઓમાની ક્ષેત્રમાં બે ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. ટેન્કર જહાજો, મોમ્બાસા અને બાહિયા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હત્પમલામાં એક ભારતીયનું મોત થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ દરમિયાન, આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. અહેવાલો અનુસાર, યમનથી સાઉદી અરેબિયાના અભા એરપોર્ટ પર ઓછામાં ઓછી છ મિસાઈલ છોડવામાં આવી હતી. સાઉદી અરેબિયાના આસિર ક્ષેત્રમાં પણ અનેક બ્લાસ્ટ થયા હતા. આ પછી, સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને સમગ્ર પ્રદેશમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.