ખંભાળિયા નજીકના ડામર પ્લાન્ટમાં ઘૂસીને નુકસાની કરતા ત્રણ શખ્સો

  • August 26, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોણા બે લાખનો મુદ્દામાલ બળજબરીથી લઈ ગયાની શખ્સો સામે ગુનો

ખંભાળિયા શહેર નજીક આવેલા એક ડામર પ્લાન્ટમાં થોડા સમય પૂર્વે ઘૂસી અને ત્રણ શખ્સો દ્વારા વ્યાપક નુકસાની કરવા તેમજ કેટલોક માલ બળજબરીપૂર્વક લઈ જવા સંદર્ભેની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ્ર પ્રકરણ અંગે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપ ખાતે રહેતા અમૃતલાલ ધનજીભાઈ વસાણીયા (ઉ.વ. ૩૫) એ અહીંના નગાભાઈ નંદાણીયા, અરસી તેમજ મયુર (મેનેજર) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી અમૃતલાલભાઈના પાર્ટનર એવા પ્રવીણભાઈ ધનજીભાઈ વસાણીયા દ્વારા ચાલતી એક ક્ધસ્ટ્રક્શન કંપની પાસે ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા કંચનપુર વિસ્તારમાં ડ્રમ મિક્સર પ્લાન્ટ હોય, થોડા સમય પૂર્વે આ ડામર પ્લાન્ટ તેઓએ રાજકોટની ક્રિએટિવ એન્ટરપ્રાઇઝને ભાડેથી આપ્યું હતું. તેમના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા ડામર રોડના કામ માટે વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી કરવામાં આવેલી કામગીરી અંતર્ગત આ જ વિસ્તારમાં પ્લાન્ટ ધરાવતા નગાભાઈ નંદાણીયાના શિવમ સ્ટોન ક્રશર પાસેથી ક્રિએટિવ એન્ટરપ્રાઇઝ દ્વારા કેટલોક માલ સામાન લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રોડનું કામ પૂર્ણ થઈ જતા તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા.
આરોપી નગાભાઈને લેવાની થતી રૂપિયા પોણા ચાર લાખ જેટલી રકમ સંદર્ભે તેમના દ્વારા ક્રિએટિવ એન્ટરપ્રાઇઝની પેઢીના બદલે ફરિયાદી અમૃતલાલભાઈના પાર્ટનર પ્રવીણભાઈ પાસેથી આ રકમ બળજબરીથી કઢાવી લેવાના ઈરાદાથી પ્રવીણભાઈ તથા તેમના પુત્ર જેકીન સાથે બોલાચાલી કરી, આ રકમની માંગણી પ્લાન્ટના મેનેજર મયુર દ્વારા ફરિયાદીના પાર્ટનર પાસે કરવામાં આવી હતી.
આ રકમ તેઓને આપવાની ન થતી હોવાનું જણાવ્યા બાદ તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા. વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ ૭ જુલાઈના રોજ વરસાદની પરિસ્થિતિમાં અહીંના ડામર પ્લાન્ટ ખાતે ફરિયાદી અમૃતલાલભાઈ વિગેરે આવીને જોતા અહીં રાખવામાં આવેલી રૂપિયા ૬૦,૦૦૦ ની કિંમતની છ નંગ ઇલેક્ટ્રીક મોટર, રૂ. ૩૦,૦૦૦ ની કિંમતનું એસી તથા ૮૦,૦૦૦ ની કિંમતના ઇલેક્ટ્રીક કેબલ જોવા મળ્યા ન હતા. જેથી આશરે રૂપિયા ૧.૭૦ લાખનો ઉપરોક્ત મુદ્દામાલ આરોપી નગાભાઈ નંદાણીયા, અરશીભાઈ તથા મેનેજર મયુર બળજબરીપૂર્વક કાઢીને લઈ ગયા હોવા ઉપરાંત અહીં રાખવામાં આવેલું આવેલી રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતને કંટ્રોલ પેનલ, રૂ. દોઢ લાખની કિંમતના પંપિંગ યુનિટ, રૂપિયા દોઢ લાખની કિંમતના ક્ધવેયર બેલ્ટ સહિત જુદા જુદા પ્રકારના આઠ મુદ્દામાલમાં તેમણે નુકસાની કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સ્ટોન સંચાલક સહિત ત્રણ શખ્સો સામે આઇપીસી કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ વિગેરે મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application