ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી ૩ શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, યારે અન્ય ૪ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. કોડીનાર પી.આઈ. એન.વી. હરિયાણી અને સ્ટાફ કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેસીંગભાઈને મળેલી સચોટ બાતમીના આધારે રોણાજ રોડ પર મામાદેવના મંદિર પાસે આવેલા આંબાના બગીચામાં રેડ કરવામાં આવી હતી. પોલીસે યારે બગીચામાં દરોડો પાડો ત્યારે કેટલાક શખ્સો બેટરીના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જહાંગીર ઇબ્રાહિમભાઇ દલ (રહે. ઉના),જુમાભાઇ ઉર્ફે ઇકબાલ પીરભાઇ સમા (રહે. ઉના),દિપકભાઇ કાનાભાઇ ચારણીયા (રહે. કોડીનાર) ત્રણ શખ્સોને દબોચી લીધા હતા, યારે અંધારાનો લાભ લઈને અરવિંદ ભીખાભાઇ કામળીયા (કોડીનાર), ભરત લખમણભાઇ ક્રીપલાણી (કોડીનાર), વિમલ વેણીલાલ ઝવેરી (ઉના) અને ખીમાભાઇ ઉર્ફે ખોડું કાનાભાઇ રાઠોડ (બાટવા) ચાર શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા પિયા ૫૯,૦૦૦, ૦૩ નગં મોબાઈલ (રૂા. ૧૫,૦૦૦), ૦૨ મોટરસાયકલ (રૂા. ૬૦,૦૦૦),૦૧ ઇક્કો કાર (રૂા. ૨,૦૦,૦૦૦), ઘોડી પાસા નંગ–૨ મળી કુલ રૂા.૩,૩૪,૦૦૦ નો મુદ્દામાલ જ કર્યેા છે.કોડીનાર પોલીસે તમામ આરોપીઓ વિદ્ધ જુગાર ધારા કલમ–૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે