રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે વિપક્ષી નેતા અને વોર્ડ નં.૧૫ના કોંગી કોર્પેારેટર વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસીઓ ઉમટી પડા હતા અને સફાઇ કામદારોની ભરતીમાં ભ્રષ્ટ્રાચાર બધં કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ મામલે આવેદનપત્ર પાઠવતી વેળાએ મ્યુનિસિપલ કમિશનરને કરેલી મૌખિક રજુઆતમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, હાલમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં સફાઇ કામદારોના વારસદારો નોકરી આપવાની જે ભરતી પ્રક્રિયા શ કરાઇ છે તેમાં પ્રતિ કામદાર દીઠ .ત્રણ લાખનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે ! મામકા, માનીતા અને મળતીયાઓને જ નોકરી મળે તેવી ગોઠવણ ચાલી રહી છે જેથી ઉઘરાણું સરળતાથી થાય. ભાજપના શાસકો સેટિંગ કરતા હોવાનો સાગઠિયાએ ખુલો આક્ષેપ કર્યેા હતો.
વિશેષમાં વશરામ સાગઠિયાએ તેમના લેટરપેડ ઉપર મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભારત દેશના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે જેમાં ગરીબ વંચિત સમાજ માટે સામાજિક ન્યાયની તરફેણ કરેલ છે તેના અનુસંધાને અમો આપને જણાવીએ છીએ કે મહાનગરપાલિકાનું સેટઅપ જે ૪,૯૦૦ સફાઈ કામદારોનું છે તે ૨૫ વર્ષ પહેલાંનું છે એટલે કે તે સમયે કોઠારીયા, વાવડી, મવડી, મુંજકા, નાના મવા, મોટા મવા, રૈયા, માધાપર વગેરે ગામો રાજકોટ કોર્પેારેશનમાં ભળેલા નહોતા ત્યારથી ચાલ્યુ આવે છે અને તેમાંથી પણ ૨૧૪૮ સફાઈ કામદારો કે જે નોકરી કરે છે અને ૨૨૨૦ જેટલા સફાઈ કામદારો કોન્ટ્રાકટર મારફત કામ કરે છે જેનું કોન્ટ્રાકટરો દ્રારા શોષણ કરવામાં આવી રહ્યું છે અને બાકી રહેતી ૫૩૨ જગ્યાઓ માટેનું આપે જાહેરાત આપી છે તેમાં પણ ખોટા અને ગેર બંધારણીય અને અમાનવીય કૃત્ય રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૭–૩–૨૦૨૪ના રોજ કરવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે જેના માતા–પિતા દાદા–દાદી રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરેલ હશે તેને જ નોકરી મળશે અને તેને પણ પાર્ટ ટાઇમ નોકરી આપવામાં આવશે એટલે કે મિનિમમ વેતનનું અડધું વેતન ૭,૩૦૦ આપ ૧ મહિનાના ચૂકવશો તેમાં પણ તેમનું શોષણ છે આ નિયમ અનુસૂચિત જાતિના લોકોનું શોષણ કરતો ઠરાવ છે તે નિયમ વિદ્ધ અને ગેર બંધારણીય ઠરાવ છે. ૨૫ વર્ષથી ૪,૯૦૦ નો સેટઅપ ની પણ પૂરી ભરતી થતી નથી તો નવા ભળેલા વિસ્તારો જે નવા સેટઅપ મુજબ લગભગ ૧૭૦ કિલોમીટર જેવો વિસ્તાર થાય છે તો નવા સેટઅપ ગોઠવો તો ૧૦,૦૦૦ થી ૧૧૦૦૦ હજાર સફાઈ કામદારોની જરીયાત પડે તેમ છે છતાં તે મુજબ ભરતી નહીં કરીને અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય કરાય છો તેમજ અન્ય કર્મચારીઓને પગાર ચૂકવવામાં વાંધો નથી. ફકત સફાઈ કામદારોનો જ પગાર ચૂકવવામાં વાંધો આવે છે. મ્યુનિ.કમિશનર વહીવટી વડા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે માંગણી છે કે આપ નવા વિસ્તારો ભળ્યા છે તે મુજબ નવું સેટઅપ ઊભું કરો અને હાલ જે ગેર બંધારણીય ઠરાવ મુજબ ભરતી કરો છો તો વિધવા બહેનો, ત્યકતા બહેનોનો પણ આ ભરતીમાં સમાવેશ નહીં થાય, સફાઈ કામદારો માથે વધારે કામનો બોજો આવશે. જો રાજકોટને સ્વચ્છ નિરોગી રાખવા માંગતા હો તો સફાઈ કર્મચારીને ભરતી પૂરી નવા સેટઅપ મુજબ કરો.
આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે કે, આગ્રહ ભરી રજૂઆત છે કે તા.૭–૪–૨૦૨૪નો ઠરાવ રદ કરી ફરીથી જાહેરાત આપવામાં આવે જેમાં ગરીબ વંચિત અને શોષિત તેમજ વિધવા અને ત્યકતા બેનો અને બેરોજગારો બધાને રોજગારીની તક મળે. કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નવા વિસ્તારો ભરેલા છે તે મુજબ સેટઅપ બનાવો અને ભરતી કરો તો લગભગ ૬,૦૦૦ થી પણ વધારે લોકોને ભરતી કરવાની થાય છે તો રાજકોટના લોકોના હિતમાં હશે રાજકોટના લોકોના સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ હશે અને અનુસૂચિત જાતિના લોકોને રોજી રોટી પણ મળશે અને બેકારીમાં પણ થોડો ઘટાડો થશે અન્ય મહાનગરપાલિકાઓ ની જેમ રાજકોટમાં પણ નિયમો સરખા લાગુ થવા જોઈએ અને અન્ય મહાપાલિકાઓની જેમ જ ભરતી કરો તેવી પણ અમારી લાગણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech