ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી

  • September 02, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા રમેશભાઈ રત્નાભાઈ મોરી નામના રબારી યુવાન પોતાનું ડમ્પર લઈ અને કાકરી ભરવા જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર કંચનપુર ગામ તરફ જતા માર્ગે આ જ ગામના રહીશ કાસમ ખફી અને કાદર ખફી નામના બે શખ્સોએ પોતાનું જી.જે. ૦૫ સી.એન. ૫૮૨૧ નંબરનું વાહન લઇને આવી, ડમ્પરના ચાલક રમેશભાઈ મોરીને કંચનપુર ગામ તરફ જતા રસ્તામાંથી નીકળવાની ના કહી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે રમેશભાઈ મોરીની ફરિયાદ પરથી કંચનપુર ગામના કાસમ ખફી અને કાદર ખફી સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application