મુંગણી ગામના કોન્ટ્રાકટરને મારી નાખવાની ધમકી

  • August 11, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉની માથાકુટના મામલે સપડાના શખ્સનું કૃત્ય

મુંગણી ગામમાં કોન્ટ્રાકટર યુવાનને અગાઉની માથાકુટનું મનદુ:ખ રાખીને સપડાના શખ્સે ધમકી દીધાની ફરીયાદ સિકકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક મુંગણી ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) ને અગાઉની માથાકુટના મામલે ધમકી દીધાની સપડા ગામના ક્રિપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
ગત તા. ૯ના સાંજના સુમારે આરોપી ક્રિપાલસિંહ નંબર વીનાની બ્લુ કલરની સ્વીફટ કાર લઇને ફરીયાદીના ઘર પાસે ઉભી રાખી હતી અને અપશબ્દો બોલી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આશરે ચારેક મહિના અગાઉ ફરીયાદી તથા આરોપીને માથાકુટ થયેલ હોય જે અનુસંધાને મનદુ:ખ રાખીને આ ધમકી દેવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે, ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application