આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ઓરબીટ કોમ્પ્લેક્સમાં મારબલનું કામ કરતી વખતે પથ્થરો માથે પડતા ગંભીર ઇજા થવાથી યુવકનું મોત નીપજ્યું હતું.શહેરના પરા પીપળીયામાં 25 વારીયા કવાટરમાં રહેતો સત્યેન્દ્ર રામપ્રકાશ યાદવ (ઉ.વ.21)નો યુવક સાંજે છએક વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી પરસાણા ચોક વચ્ચે આવેલા ઓરબિટ કોમ્પ્લેક્સમાં ઇટાલિયન મારબલનું કામ કરતો હતો ત્યારે માથે પથ્થરની પ્લેટો પડતા યુવક દબાઈ ગયો હતો, બનાવથી સાથી શ્રમિકો સહિતના દોડી જઈ 108ને જાણ કરત તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકને માથામાં ગંભીર ઇજા થવાથી ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક મૂળ બિહારનો વતની હતો અને બે ભાઈ એક બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. યુવક ઇટાલિયન મારબલનું કામ રાખ્યું હોવાથી મારબલનો થપ્પો પડ્યો હતો તેમાંથી લેવા જતા મારબલ માથે પડતા બનાવ બન્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ધ્રોલના લતીપર પાસે કાળમુખો અકસ્માત: બે કાર વચ્ચે સર્જાયેલી ભયાનક ટક્કરમાં 3 ના કમકમાટીભર્યા મોત, 6 લોકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હોસ્પિટલમાં
દેવભૂમિ દ્વારકા: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સ્કુલ ચલે હમ: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬
જામનગર: એક્યુપ્રેસર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech