BREAKING NEWS

વચેટિયાઓની છૂટીઃ બજેટમાં મહિલાઓ માટે આ યોજનાની કરાઈ જાહેરાત, ગામડાઓની મહિલાઓને મળશે ભરપૂર લાભ

  • February 01, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણે મહિલાઓ માટે સી-માર્ટ યોજના શરૂ કરવાની એક ખાસ જાહેરાત કરી હતી. ગયા વર્ષના બજેટમાં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી અને આ વર્ષના બજેટમાં સી-માર્ટ યોજના શરૂ કરીને આ પહેલનો વિસ્તાર કરવામાં આવશે, જે મહિલાઓને તેમના વ્યવસાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર ટેકો પૂરો પાડશે અને તેમને ઓછા વ્યાજ દરે લોન મેળવવાની મંજૂરી આપશે.


નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, મહિલા ઉદ્યોગસાહસિકોને મદદ કરવા માટે સી (સ્વ-સહાય ઉદ્યોગસાહસિક) માર્ક્સ સમુદાય-માલિકીના રિટેલ સ્ટોર્સ તરીકે સ્થાપિત કરવામાં આવશે. જેમાં સરકાર દેશભરના ગામડાઓ અને શહેરોમાં ખાસ 'સી માર્ટ' સ્ટોર્સ ઉભા કરશે. આ સ્ટોર્સ સંપૂર્ણપણે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા ચલાવવામાં આવશે. અત્યાર સુધી ગામડાની મહિલાઓ જે અથાણાં, પાપડ, હસ્તકલા કે મસાલા બનાવે છે તેમને વેચવા માટે વચેટિયાઓ પર આધાર રાખવો પડતો હતો. હવે તેઓ 'સી માર્ટ' દ્વારા સીધું ગ્રાહકોને વેચાણ કરી શકશે. સરકાર આ માર્ટ દ્વારા મહિલાઓની પ્રોડક્ટ્સને પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં મદદ કરશે જેથી તેમની વસ્તુઓ મોલ જેવી ગુણવત્તાવાળી બને.


આ માર્ટ્સ માત્ર ફિઝિકલ સ્ટોર નહીં હોય, પરંતુ તેમને ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે પણ જોડવામાં આવશે, જેથી ગામડાની પ્રોડક્ટ વિદેશમાં પણ વેચાઈ શકે. વચેટિયાઓ દૂર થવાથી મહિલાઓને તેમની મહેનતનો પૂરો નફો મળશે. એક માર્ટ ખુલવાથી મેનેજમેન્ટ, સેલ્સ અને સપ્લાય ચેઈન એમ અનેક સ્તરે મહિલાઓને કામ મળશે. મહિલાઓને બિઝનેસ કેવી રીતે ચલાવવો, એકાઉન્ટિંગ અને કસ્ટમર ડીલિંગની તાલીમ પણ આપવામાં આવશે.

આ માર્ટ્સ દ્વારા ગામડાની મહિલાઓ દ્વારા બનાવાયેલી પ્રોડક્ટ્સને વૈશ્વિક ઓળખ મળશે. નાણામંત્રીએ જણાવ્યું કે, આ પગલાથી લાખો મહિલાઓ 'લખપતિ દીદી' બનવા તરફ આગળ વધશે અને ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી બમણી થશે. વધુ મહિલાઓ કાર્યબળમાં જોડાય તે માટે શહેરોમાં વધુ સંખ્યામાં 'વર્કિંગ વુમન હોસ્ટેલ' અને શિશુગૃહ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતનું બજેટ મહિલાઓને માત્ર આર્થિક મદદ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમને ટેકનોલોજી અને વ્યવસાય ક્ષેત્રે 'લીડર' બનાવવા પર ભાર મૂકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News