આને કહેવાય સોશ્યલ મીડીયાનો સદઉપયોગ

  • November 02, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરના તબીબે મેડીટેશનનો મેસેજ લાખો યુઝર્સ સુધી પહોંચાડયો

સોશ્યલ મીડીયાનું માઘ્યમ તલવાર જેવું છે એટલે કેતેનો દુરુપયોગ પણ થઇ શકેછે અને સદઉપયોગ પણ, આ નવી વાત નથી પરંતુ આપણે આજે વાત કરવી છે જામનગરના એવા ડોકટરની કે જેમણે સોશ્યલ મીડીયાનો સદઉપયોગ કરીને કવોરા પ્લેટફોર્મના માઘ્યમથી ભારતીય અને પૂર્વની સંસ્કૃતિ જેનાા આધાર પર ઉભી છે તે ઘ્યાન (મેડીટેશન) શબ્દ તેના અર્થસાથે આજની તારીખે ૨૨ લાખ લોકો સુધી વૈશ્ર્વિક સ્તરે પહોંચાડયો છે. આ શબ્દ જેમણે ઝીલ્યો તે યુવા વર્ગ એટલે કેનવી ઉભરતી પેઢી છે. જે અસ્તિત્વના સંઘર્ષને કારણે આલ્કોહોલીઝમ, ડ્રગ એડીકશન અથવા ડીપ્રેશનનો શિકાર બની રહી છે.
દેશ અને વિશ્ર્વભરનો યુવા વર્ગ આ ટેકનોલોજીના અને માહિતી વિસ્ફોટના જમાનામાં ફાલતુ માહિતી કે વીડીયો સિવાય જીવનની લડાઇમાં કંઇક ઢાલરુપ અને નક્કર હાથવગી વસ્તુ મેળવી શકેતે માટે જામનગરના ડો. નિરંજન પંડયા ૨૦૧૫ની સાલથી નોલેજ શેરીંગના સોશ્યલ મીડીયા જે પ્લેટફોર્મમાં માત્ર જ્ઞાનના આદાન પ્રદાનની જ છુટ છે. (વીડીયો ફોટા ઓડિયોથી નહીં) તેવા કવોરા પ્લેટફોર્મમાં માત્ર મેડીટેશન વિષય પસંદ કરીને જોડાયેલા છે.
પોતાના અનુભવ શેર કરતા ડો. નિરંજન પંડયા જણાવે છે કે, આપણી ધારણા બહાર દેશ અને વિદેશનો મોટો વર્ગ અને તેમાં ખાસ કરીને યુવા વર્ગ મેડીટેશન પ્રત્યે ખુબ ઉત્સુકતા અને ગંભીર આદર ધરાવે છે, તદન નિ:શુલ્ક ધોરણે ચાલતા જ્ઞાનના આદાન પ્રદાન અંતર્ગત યુવા વર્ગના પ્રશ્ર્નોના મહદ અંશે હું મારી સમજ જ્ઞાન મુજબ જવાબ આપી શકયોછું. હાલ ૨૨ લાખ લોકો સુધી આપણી સંસ્કૃતિનું ઘ્યાન, મેડીટેશન કમસે કમ શબ્દરુપે પહોંચાડી શકયો છું. યુવા વર્ગમાં અંત:કરણમાં આવું સાત્વિક બીજ રોપવાનો મને સંતોષ છે.
આમ એક એમ.ડી. ડોકટર કક્ષાના સાધક વ્યકિતએ સોશ્યલ મીડીયાના સાત્વિક ઉપયોગનું ઉદાહરણ સાથે અન્યોને પ્રેરણા આપતું રીયલ સોશ્યલ મીડીયા વર્ક કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application