જો સવાર-સવારમાં શરીરમાં દેખાય છે આ લક્ષણો તો હોય શકે છે આ સમસ્યા

  • June 28, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. વૃદ્ધોની સાથે સાથે યુવાનો પણ હાઈપરટેન્શનની સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકો ખૂબ જ નાની ઉંમરમાં હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. તેનું કારણ આહાર અને જીવનશૈલી હોવાનું માનવામાં આવે છે. કેટલીકવાર આનુવંશિક કારણો, તણાવ અને ઉંઘ ન આવવાથી પણ બીપીની સમસ્યા થઈ શકે છે. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે ત્યારે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત આપણું શરીરમાં સવારે હાઈ બીપીના લક્ષણો દેખાતા હોય છે. આની અવગણના ન કરવી જોઈએ. જાણો સવારે જ્યારે બ્લડપ્રેશર વધારે હોય ત્યારે શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે?


જ્યારે સવારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે જોવા મળે છે આ લક્ષણો


ચક્કર


જો તમને સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા લાગે તો તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત  તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ તમારું માથું ફરવા લાગે છે અને તમને ચક્કર આવે છે. તો એકવાર બીપી ચેક કરો. તમારે આનું કારણ જાણવું જોઈએ. જો બીપી વધી ગયું હોય તો ડોક્ટરની સલાહ લો.


તરસ લાગવી


રાતભર પાણી ન પીવાથી તમને સવારે તરસ લાગી શકે છે પરંતુ જો તમને સવારે ઉઠતાની સાથે જ ખૂબ તરસ લાગે છે અને મોં સુકાઈ જાય છે. તો આ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે ત્યારે આવું થઈ શકે છે. આને સામાન્ય બાબત ગણીને અવગણના ન કરવી જોઈએ.


ધૂંધળું દેખાવું


જે લોકોને સવારે ઉઠ્યા પછી થોડા સમય માટે આંખો ધૂંધળી રહેતી હોય, તેઓએ તેમનું બીપી ચેક કરાવવું જોઈએ. આ હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. હાઈ બીપીને કારણે આંખો પર તાણ આવે છે. તેનાથી આંખોની રોશની ઓછી થઈ શકે છે અને આંખો નબળી પડી શકે છે.


ઉલ્ટી જેવું થવું


જો તમને જાગતાની સાથે જ ઉલટી અથવા ઉબકા જેવું લાગે તો આ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, ત્યારે ગભરાટ થાય છે અને બેચેનીની લાગણી શરૂ થાય છે. આનાથી ઉલ્ટી થાય છે. આ હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો હોઈ શકે છે.


ખૂબ થાક અનુભવવો


જો તમને આખી રાત ઊંઘ્યા પછી પણ સવારે થાક અને નબળાઈનો અનુભવ થતો હોય તો એકવાર તમારું બીપી ચોક્કસથી ચેક કરો. ઘણી વખત હાઈ બ્લડ પ્રેશરને કારણે પણ આવું થાય છે. આવા લોકોને સવારે એનર્જી ખૂબ જ ઓછી લાગે છે. જો તમને આવા કોઈ લક્ષણો લાગે તો તરત જ તમારું બ્લડ પ્રેશર તપાસો અને ડૉક્ટરની સલાહ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application