ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા લોન્ચ વ્હીકલ પુષ્પકનું સતત ત્રીજું સફળ લેન્ડિંg

  • June 24, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ તેના પુન:ઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ–એલઈએકસ–૦૩ (આરએલવી– એલઈએકસ –૦૩) પુષ્પકનું સતત ત્રીજી વખત સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. પુન:ઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનને ઉતરાણ કરવામાં સફળતા પ્રા કર્યા પછી, હવે ઈસરો માટે પુષ્પકની ઓર્બિટલ રી–એન્ટ્રી ટેસ્ટ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
આ પરીક્ષણ બેંગલુથી લગભગ ૨૨૦ કિમી દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરે ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર ) ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્રારા પુષ્પકને ૪.૫ કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને રનવે પર લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું. બીજા પ્રયોગ દરમિયાન, પુષ્પકને ૧૫૦ મીટરની ક્રોસ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું. આ વખતે ક્રોસ રેન્જ વધારીને ૫૦૦ મીટર કરવામાં આવી હતી. યારે પુષ્પકને હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું ત્યારે તેની લેન્ડિંગ વેલોસીટી ૩૨૦ કિમી પ્રતિ કલાકથી વધુ હતી. બ્રેક પેરાશૂટની મદદથી ટચડાઉન માટે તેનો વેગ ઘટાડીને ૧૦૦ કિમી પ્રતિ કલાક કરવામાં આવ્યો હતો.
આરએલવી પ્રોજેકટ ઇસરોનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે અવકાશમાં માનવ હાજરીની ભારતની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે જરી ટેકનોલોજી પ્રદાન કરે છે. ઈસરોને પુન:ઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન દ્રારા અવકાશમાં ઓછા ખર્ચે પ્રવેશ મળશે, એટલે કે અવકાશમાં મુસાફરી કરવી સસ્તી થશે. આ સેટેલાઇટથી પ્રોજેકટને લોન્ચ કરવાનું સસ્તું પડશે કારણ કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાશે.
જો પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતો કોઈપણ ઉપગ્રહ ખરાબ થઈ જાય તો આ પ્રક્ષેપણ વાહનની મદદથી તેને નષ્ટ્ર થવાને બદલે રિપેર કરી શકાય છે. આ સિવાય શૂન્ય ગુત્વાકર્ષણમાં જીવવિજ્ઞાન અને ફાર્મા સંબંધિત સંશોધન કરવાનું સરળ બનશે. પ્રથમ લેન્ડિંગ પ્રયોગ ૨ એપ્રિલ ૨૦૨૩ અને બીજો ૨૨ માર્ચ ૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યો હતો. આ છેલ્લો ઉતરાણ પ્રયોગ હતો, જે સફળ રહ્યો હતો. હવે ઈસરો આ લોન્ચ વ્હીકલનું ઓર્બિટલ રિ–એન્ટ્રી ટેસ્ટ કરશે. આ ટેકનોલોજીથી રોકેટ લોન્ચિંગ સસ્તું થશે અને અવકાશમાં સાધનો પહોંચાડવામાં ઓછો ખર્ચ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application