સુરતના કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના પ્રકરણમાં પાંચ કરોડનો વહીવટ થયાની ઉઘાડે છોગ ચર્ચા

  • April 22, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો મેચ શરૂ થાય તે પહેલા જ સુરતની બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણી આઉટ થતા કોંગ્રેસનું રાજકીય ખસીકરણ થઈ ગયું છે. આ ઓપરેશન ભાજપ દ્રારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચોરે અને ચૌટે થઈ રહ્યો છે.હાલ ચાલતી ચર્ચા મુજબ, પાંચ કરોડમાં આ સોદો પાર પાડવામાં આવ્યો છે તો ઉમેદવારે ટેકેદાર તરીકે જાણીબુજીને સગાને મૂકયા હતા, તો આ ફોર્મ મંજુર થશે નહીં તેવી ભવિષ્ય વાણી સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા પપ્પન તોગડીયા એ કરી દીધી હતી.

બીજી બાજુ આ ત્રણેય એફિડેવિટ કરનાર ભાજપનો નેતા કિરણ ઘોઘારી જ છે આ ટેકેદારોની સહી સાચી નથી તેવું સોગંદનામુ ઘોઘારીએ જ કયુ છે અને ઘોઘારી ભાજપ સાથે ઘનિ  સંબધં ધરાવે છે.તો એટલા જ સવાલો કોંગ્રેસ તરફ થઈ રહ્યા છે કે વિધાનસભાની ચુટણી માં કઈં જ ઉકાળી નહી શકનાર નિલેશ કુભાણીને લોકસભામા કેમ ઉમેદવાર બનાવાયા?

સુરતની આ ઘટના બાબતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલથી માંડી અનેક નેતાઓ ભાજપ પર તુટી પડયા છે. આ બધા ભાજપના કારનામા છે તેવા આક્ષેપો કરવામાં આવે છે પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે, કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં દરખાસ્ત મુકનાર ત્રણ કાર્યકરોના પગલે સગા સંબંધીના નામ ઉમેદવારે રજુ કર્યા ત્યારથી જ કોંગ્રેસને ગધં આવી જવી જોઈએ. જયારે ફોર્મ ચકાસણીની ઘડી આવી પહોંચી ત્યારે કોંગ્રેસના ઉમેદવારે તેમની દરખાસ્ત મુકનારાઓના અપહરણ થયાની પોલીસમાં અરજી આપી હતી અને ગણતરીના કલાકોમાં આ અરજી પાછી ખેંચી લેવામાં આવી હોવા છતાં કોંગ્રેસને તેના ઉમેદવારની વતણૂક સંદર્ભે કેમ કોઈ શંકા નહીં ગઈ હોય?

સમગ્ર મામલો હાઈકોર્ટમાં અને જરૂર પડયે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની ચેતવણી કોંગ્રેસે આપી છે પરંતુ અત્યારે તો ભાજપ આ બેઠક પરના અન્ય અપક્ષ ઉમેદવારોને ખેડવીને સમગ્ર ચૂંટણી બિનહરીફ કરાવવા તરફ આગળ વધી રહ્યું હોવાનું રાજકીય સૂત્રો જણાવે છે અને જો આમ થશે તો લોકસભાની સુરતની બેઠક બિનહરીફ થયાની ઘટના નવો રેકોર્ડ સ્થાપિત કરશે.
ગુજરાતમાં સૌથી વધુ લીડ માટેના ગઢ ગણાતા સુરત અને નવસારી વચ્ચે સીધી સ્પર્ધા હોય છે હવે સુરતની લીડ મહત્વ વગરની થઈ જતા નવસારીનો માર્ગ મોકળો બન્યો છે. કોંગ્રેસના રાજકીય ખસીકરણમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા  મુકેશ દલાલની જીત ઝાંખી થશે. ૨૦૧૯ માં દર્શના જરદોષને ૫.૪૭ લાખની લીડ મળી હતી હવે આ મામલે નવસારીની બેઠક માટે વન સાઈડેડ ગેમ થઈ ગઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application