કેશોદ જૂનાગઢ કેશોદના આંબાવાડી વિસ્તારમાં વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા ૧૮ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ૨૨.૨૫ લાખનો મુદ્દા માલ ચોરી થયા અંગે ના બનાવ મામલે પોલીસ દ્રારા સીસીટીવી ફટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. જુનાગઢ જિલ્લ ામા ઘર ફોડીના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શહેરમાં મોબાઈલ ના વેપારીના મકાનમાંથી લાખોની રકમની ચોરી નો આરોપી ઝડપાયો નથી ત્યાં જિલ્લ ામાં વધુ એક વેપારીના ઘરમાં ચોરી નો બનાવ નોંધાયો હતો. આંબાવાડી વિસ્તારમાં રહેતા વેપારીના મકાનના તાળા તોડી તિજોરીમાંથી .૧૮ લાખ અને સાત તોલા સોનુ મળી કુલ ૨૨.૨૫ લાખનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રા વિગત મુજબ આંબાવાડી વિસ્તારમાં વેરાવળ પીપલ્સ બેંક ની સામે રહેતા નિમેષભાઈ મધુભાઈ કાનાબાર અને તેમનો પરિવાર બપોરના સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો. ત્યારે કોઈ અજાણ્યાં શખ્સોએ બધં મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રહેલ ૧૫ થી ૨૦ લાખ રોકડ રકમ અને ૧૦ તોલા સોનાની તસ્કરી કરી હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. અને મકાન માલિકની ફરિયાદ આધારે અજાણ્યાં શખ્સ વિધ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના અંગે માહિતી આપતાં ડિવાયએસપી બી. સી. ઠક્કર અને પીઆઇ જાદવ તેમજ જિલ્લ ાની પોલીસ એજન્સીએ પણ તપાસમાં ઝૂંકાવ્યું છે. અને સીસીટીવી ફટેજની મદદથી સર્વેલન્સ ટીમ તપાસ આગળ વધારી રહી છે. ધોળે દિવસે તસ્કરીની ઘટનાથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech