આજરોજ ચિત્રકૂટ ધામ તલગાજરડા( મહુવા) મુકામે ગુજરાત રાજ્યના 35 શિક્ષકોને વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી દરેક જિલ્લાના એક શિક્ષકને શિક્ષણ પ્રત્યેની તેમની ઉત્તમ અને વિશિષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાંથી જોડિયા તાલુકાની પી.એમ. શ્રી હડિયાણા કન્યાશાળા ના શિક્ષિકા શ્રી દેવાંગીબેન માધવજીભાઈ બારૈયા ની પસંદગી કરવામાં આવેલ તેઓને પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે રામ નામની સાલ તેમજ 25 હજાર રોકડ પુરસ્કાર તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન પત્ર અને ચિત્રકૂટ એવોર્ડ ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મેળવી દેવાંગીબેન માધવજીભાઈ બારૈયા એ પી.એમ. શ્રી હડીયાણા કન્યાશાળા નું ગૌરવ વધારેલ છે.તેમજ સૌપ્રથમ વખત જોડિયા તાલુકામાં ચિત્રકૂટ એવોર્ડ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી જોડિયા તાલુકાનું ગૌરવ વધારેલ છે. સમગ્ર જામનગર જિલ્લા માટે આ ગૌરવની અવિસ્મરણીય ઘડી એ દેવાંગીબેન તેમના માતા પિતા તથા પરિવાર સાથે ચિત્રકૂટ ધામ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.એ બદલ શાળા પરિવાર અને તેમનો પરિવાર તેઓને ખૂબ અભિનન્દન સાથે શુભેચ્છાઓ પાઠવમાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech