BREAKING NEWS

જેતપુર જુનાગઢ રોડ પર યુવાનને ગાળો આપી છરીનો ઘા ઝીંકી દીધો

  • January 16, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જેતપુર- જુનાગઢ રોડ પર આવેલી હોટેલમાં જમવા ગયા બાદ પરત ફરતી વેળાએ યુવાને ગાડી ચલાવવા માંગતા તેને ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે અંગે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


મૂળ જેતપુરના વતની અને હાલ રાજકોટમાં નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે લક્ષ્મી સોસાયટીમાં રહેતા મયંક ઉર્ફે સુજલ નવનીતભાઈ ચાવડા(ઉ.વ. 22) નામના યુવાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના દિલો ઉર્ફે દિલીપ શેખવાનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 14 ના રાત્રીના નવેક વાગ્યે આસપાસ જેતપુરમાં ગોંડલ દરવાજા વિસ્તારમાં હતો ત્યારે તેના માસી રેખાબેન ઉર્ફે ઢફુબેન વેગડા (રહે. સામાકાંઠા વિસ્તાર,જેતપુર) નો ફોન આવ્યો હતો અને બહાર જમવા જવાનું કહ્યું હતું. જેથી યુવાન પોતાનું એકટીવા લઇ સામાકાંઠા વિસ્તારમાં ગયો હતો ત્યાં રેખાબેન તથા તેની સાથે દિલીપ શેખવા હતો અને તેની પાસે આઈ-૧૦ ગાડી હતી બાદમાં ત્રણેય જેતપુર જુનાગઢ હાઇવે પર આવેલી હોટલ વ્રજવાટિકામાં જમવા માટે ગયા હતા.


જમી લીધા બાદ રાત્રીના 10:30 વાગ્યા આસપાસ જેતપુર જવા માટે નીકળતા યુવાને દિલો ઉર્ફે દિલીપ પોતાને કાર ચલાવી છે તેવું કહેતા દિલીપે બોલાચાલી કરી હતી જેથી તે ગાડીમાં બેસી ગયો હતો. બાદમાં તેણે ગાળો આપી હતી જેથી યુવાને સામી ગાળો આપી હતી બાદમાં યુવાનને નીચે ઉતરવાનું કહ્યું હતું ફરી ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. દરમિયાન તેણે નેફામાંથી છરી કાઢી યુવાનના ખંભાનાભાગે છરીનો ઘા મારી દીધો હતો. આ સમય યુવકના માસી રેખાબેન વચ્ચે પડી છોડાવ્યા હતા અને યુવકને ગાડીમાં બેસી જવા કહ્યું હતું. બાદમાં જેતપુર આવવા માટે નીકળ્યા હતા યુવાને રસ્તામાં આ બંનેને કહ્યું હતું કે મારે તમારી સાથે નથી આવવું મને નીચે ઉતારી દો જેથી તેને સોરઠ હોટલ પાસે નીચે ઉતારી દીધો હતો. યુવકને ખંભાના ભાગે લોહી નીકળતું હોય જેથી તેને જતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં આ અંગે દિલો ઉર્ફે દિલીપ શેખવા સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application