પત્નીને દિવસમાં 100 વખત ફોન કરવા પડ્યા ભારે, પોલીસે પતિની કરી ધરપકડ

  • September 16, 2024 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક પુરૂષ માટે તેની પત્નીને દિવસમાં 100 વખત ફોન કરવો ભારે પડી ગયું છે. પોલીસે પતિની ધરપકડ કરી છે. ફોન કરીને પતિ કઈ બોલતો ન હતો. તેનાથી નિરાશ થઈને મહિલા ફોન કાપી નાખતી હતી.


આ આશ્ચર્યજનક કિસ્સો જાપાનના હ્યોગો પ્રાંતના અમાગાસાકીનો છે. 10 જુલાઈથી 31 વર્ષીય મહિલાને અજાણ્યા નંબરો પરથી કોલ આવવા લાગ્યા હતા. ફોન કરનારે સામેથી કઈ પણ બોલતો ન હતો. આ પછી મહિલા નારાજ થઈ ગઈ અને તેણે કોલ ડિસકનેક્ટ કરી દીધો. આ ક્રમ કેટલાય અઠવાડિયા સુધી ચાલતો રહ્યો. તે અજાણ્યો નંબર હોવાથી મહિલા કોલ બ્લોક પણ કરી શકી ન હતી.


પતિ પર શંકા

રિપોર્ટ અનુસાર, મહિલાને દિવસભરમાં 90 થી વધારે કોલ આવવા લાગ્યા હતાં. પરંતુ આ ક્રમ પાછળથી એક દિવસમાં 100 કોલ સુધી પહોંચી ગયો. આ જોઈને મહિલા ખૂબ જ પરેશાન થઈ ગઈ. પરંતુ જ્યારે મહિલાએ તેના પતિના ફોન પર વિડિયો ગેમ રમી ત્યારે તેનો કોઈ કોલ આવ્યો ન હતો. આ પછી તેણે અજાણ્યા કોલરનો પર્દાફાશ કરવાનો પ્રયાસ શરૂ કર્યો.


તપાસમાં પતિના રહસ્યનો પર્દાફાશ

મહિલા તેના પિતા પર શંકા કરવા લાગી હતી. જ્યારે પતિ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હોય અને બેડરૂમમાં સાથે હોય ત્યારે મહિલાને કોઈ અજાણ્યો કૉલ આવ્યો ન હતો. મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસને તેના પતિ પર શંકા હોવાની વાત કરી. તપાસ બાદ મહિલાની શંકા સાચી નીકળી. 4 સપ્ટેમ્બરના રોજ, પોલીસે આરોપી પતિની અમાગાસાકીમાં જાપાનના એન્ટી સ્ટોકર કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.


આરોપીએ પોલીસને જણાવ્યું કે આ તેનો પ્રેમ વ્યક્ત કરવાની રીત હતી. પોલીસે 38 વર્ષના એક વ્યક્તિની ફોન-સ્ટોકિંગના આરોપમાં ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે હું મારી પત્નીને પ્રેમ કરું છું અને તેને કંઈ પણ કહ્યા વગર ફોન કરું છું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application