દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ વચ્ચે આ મામલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી અને પૂછ્યું કે તે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કરી રહી છે? કોર્ટે કહ્યું કે અમારા માટે એ માનવું ખૂબ જ મુશ્કેલ છે કે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીમાં કુલ 113 એન્ટ્રી પોઈન્ટ છે, જેમાંથી 13 ટ્રક માટે પણ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે મદદ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ટ્રકોની એન્ટ્રીની તપાસ કરવા માટે 113 એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાનો નિર્દેશ આપવો જોઈએ. સર્વોચ્ચ અદાલત અને CAQM આદેશો હોવા છતાં દિલ્હી સરકાર અને પોલીસ ગ્રુપ IV હેઠળના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે ટ્રકના પ્રવેશ પરના પ્રતિબંધનો ખરેખર અમલ થાય છે કે નહીં તે જોવા માટે કોર્ટે 13 વકીલોની નિમણૂક કરી છે. એડવોકેટ કમિશનર એટલે કે આ વકીલોને આ 113 એન્ટ્રી પોઈન્ટ પર હાજર સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હી સરકારને સૂચના
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે તમામ એન્ટ્રી પોઈન્ટ પર કડક દેખરેખ માટે પગલાં લેવા જોઈએ. કોર્ટે કહ્યું કે રાજધાનીમાં 113 એન્ટ્રી પોઈન્ટ છે, પરંતુ દિલ્હી સરકારના વકીલે કહ્યું કે ગ્રેપ IV હેઠળ મુખ્યત્વે માત્ર 13 મુખ્ય પોઈન્ટ્સ પર નજર રાખવામાં આવે છે. આનો અર્થ એ છે કે બાકીના 100 એન્ટ્રી પોઈન્ટ પર કોઈ નિયંત્રણો નથી. અમે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નિર્દેશ આપીએ છીએ કે તે સુનિશ્ચિત કરે કે તમામ 113 એન્ટ્રી પોઈન્ટ પર તરત જ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવે અને અહીં તૈનાત કર્મચારીઓને પરવાનગી આપવામાં આવેલી વસ્તુઓ વિશે સ્પષ્ટપણે જાણ કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથાનમાં નસબંધીના ઓપરેશનમાં 25 વર્ષની મહિલાનું મોત, ડોક્ટરે બેદરકારીનો આક્ષેપ, પરિવારે શું માગ કરી?
January 24, 2025 11:58 AMશું તમારે પણ મિત્રો સાથે ચા કે કોફી બાબતે દલીલ થાય છે? તો આજે જ જાણી લો શું છે શ્રેષ્ઠ
January 24, 2025 11:54 AMદુર્લભ દૃશ્ય: ગણતંત્ર દિવસ પહેલા આકાશમાં દેખાશે 6 ગ્રહોની પરેડ
January 24, 2025 11:44 AMસોનાના ભાવ રૂા.૮૨,૯૦૦ની ઐતિહાસિક સપાટીએ
January 24, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech