સોનાના ભાવ ફરી એક નવા ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. ગઈકાલે રાષ્ટ્ર્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૭૦ પિયા વધીને ૮૨,૯૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા, જે મજબૂત માંગ અને સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે નોંધાયું હતું. બુધવારે સોનાનો ભાવ ૮૨,૭૩૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે.
લગભગ એક વર્ષમાં સોનાનો ભાવ ૨૦,૧૮૦ પિયા અથવા ૩૨.૧૭ ટકા વધીને ૮૨,૯૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ તે ૬૨,૭૨૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સતત સાતમા સત્રમાં તેજીનો દોર લંબાવતા ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૧૭૦ પિયા વધીને ૮૨,૫૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તે ૮૨,૩૩૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. છેલ્લા સાત ટ્રેડિંગ સત્રોમાં ૯૯.૯ અને ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં ૨૩૨૦–૨૩૨૦ પિયાનો વધારો થયો છે.
જોકે, ચાંદીનો ભાવ ૫૦૦ પિયા ઘટીને ૯૩,૫૦૦ પિયા પ્રતિ કિલો થયો. બુધવારે તે ૯૪,૦૦૦ પિયા પ્રતિ કિલો હતું. બુલિયન વેપારીઓએ જણાવ્યું હતું કે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો ઝવેરીઓ અને છૂટક વેપારીઓની માંગમાં વધારો તેમજ આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં મજબૂત વલણને કારણે થયો છે. વિદેશી બજારોમાં, કોમેકસ સોનાનો વાયદો પ્રતિ ઔસં ૧૩.૨૦ ડોલર ઘટીને ૨૭૫૭.૭૦ ડોલર પ્રતિ ઔસં થયો. એશિયન બજારોમાં, ચાંદીના કોમેકસ યુચર્સ ૧.૦૩ ટકા ઘટીને ૩૧.૧૦ ડોલર પ્રતિ ઔસં થયા.
એચડીએફસી સિકયોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે અમેરિકન ડોલર અને બોન્ડ યીલ્ડમાં સુધારાને કારણે ગઈકાલે સોનાના ભાવ સ્થિરથી નકારાત્મક રહ્યા હતા. ઓગમોન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાનીના જણાવ્યા અનુસાર, સોનું રેકોર્ડ ઐંચાઈ તરફ આગળ વધી રહ્યું છે. નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ દરો પરની ટિપ્પણીઓને કારણે તેજીનો વેગ વધી રહ્યો છે.
એમસીએકસ પર સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એકસચેન્જ (એમસીઈ) પર, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેકટનો ભાવ ૭૩ પિયા અથવા ૦.૦૯ ટકા ઘટીને ૭૯,૪૯૧ પિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો. તેમાં ૮૫૮૨ લોટનું ટ્રેડિંગ થયું. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનાના ભાવ ૦.૧૨ ટકા ઘટીને ૨,૭૫૩.૨૯ ડોલર પ્રતિ ઔસં થયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech