દુર્લભ દૃશ્ય: ગણતંત્ર દિવસ પહેલા આકાશમાં દેખાશે 6 ગ્રહોની પરેડ

  • January 24, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલનો દિવસ અવકાશ ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે એક ખાસ દિવસ બનવાનો છે. કારણ કે આ દિવસે આકાશમાં ગ્રહોનું દુર્લભ દૃશ્ય જોવા મળશે. ગણતંત્ર દિવસ પહેલા અવકાશ પ્રેમીઓ આકાશમાં એક સાથે 6 ગ્રહોની પરેડ જોઈ શકશે.
આ ખૂબ જ દુર્લભ ઘટના હશે. 25 જાન્યુઆરીએ સૂયર્સ્તિ પછી, એક ગ્રહ સંરેખણ બનશે જેમાં 6 ગ્રહો એક દિશામાં એકસાથે જોવા મળશે. સૂયર્સ્તિ પછી, મંગળ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન આકાશમાં એકસાથે જોવા મળશે. આવતીકાલે સાંજે 5:37 થી 7:00 વાગ્યા સુધી આ અદ્ભુત દૃશ્ય જોઈ શકાશે.
ગ્રહોની પરેડ જોવાનો આનંદ નરી આંખે પણ લઇ શકાશે. આ અદ્ભુત ખગોળીય ઘટનાને મોબાઇલ ફોન અથવા ગૂગલ સ્કાય એપ અને સ્ટેલેરિયમ એપ દ્વારા પણ જોઈ શકાશે. કેટલાક શહેરોમાં, પ્રદૂષણ, ધુમ્મસ અથવા ખરાબ હવામાનને કારણે ગ્રહો આકાશમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં આ માધ્યમો દ્વારા ગ્રહોની પરેડ જોઈ શકાશે. 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાની રાત્રે, તારાઓનો સમૂહ દેખાશે. અમાસની રાત્રે, તારાઓનો સમૂહ આકાશમાં સ્પષ્ટ દેખાશે અને એક અદ્ભુત આકાર ઉભરી આવશે. રાત્રે, આકાશગંગાના છ સૌથી તેજસ્વી તારાઓ ’શિયાળુ ષટ્કોણ’ બનાવશે. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં તે સ્પષ્ટપણે દેખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application