ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામનો જશ લેનારા ટ્રમ્પનો 5 જ દિવસમાં યુ-ટર્ન, કહ્યું- મેં મધ્યસ્થી કરી નથી, માત્ર મદદ કરી

  • May 15, 2025 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના નિવેદનથી યુ-ટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી નથી, પરંતુ મેં મદદ કરી છે.


ટ્રમ્પે કહ્યું, હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું અને સમાધાન કરી લીધું.'


ટ્રમ્પે 10 ​​મેના રોજ ટ્વીટ કરી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. બંને દેશોને શાણપણ બતાવવા બદલ અભિનંદન.


તેમણે વધુમાં કહ્યું, "તેઓ (ભારત-પાકિસ્તાન) છેલ્લા 1000 વર્ષથી લડી રહ્યા છે. મેં કહ્યું કે હું સમાધાન કરી શકું છું. અને મેં સમાધાન કરાવ્યું. મેં કહ્યું કે મને સમાધાન કરવા દો. ચાલો બધા એકસાથે આવીએ. તમે હજાર વર્ષથી લડી રહ્યા છો અને ક્યાં સુધી લડતા રહેશો? મને કરાર વિશે વિશ્વાસ નહોતો. આ ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ ઘણા સમયથી લડી રહ્યા હતા. આ ખરેખર કાબુ બહાર જવાનું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application