સુરત એક અનોખા અને થોડીક ઉધોગસાહસિકતા ભરેલા પ્રયાસ તરીકે, સુરતના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામના રહેવાસીઓએ એવું વિચાયુ કે જો સત્તાવાર ટોલ પ્લાઝાને હરાવી શકાતું ન હોય, તો પોતાનો ટોલ શ કરી દેવું. ભારતના નેશનલ હાઇવે ૪૮ (ભચસુરત માર્ગ) પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝાની નજીક જ ગામલોકોએ પોતાનું મિની ટોલ બૂથ ઉભું કયુ. અહીં કોઈ બુમ બેરિયર નહોતા, પરંતુ પૈસા વસૂલવાની સંપૂર્ણ વ્યવસ્થા હતી.
આ ટોલનું મુખ્ય નિશાન એવા વાહનો હતા, જે સત્તાવાર ટોલ ફી (બસટ્રક માટે . ૪૨૦ અને કાર માટે . ૧૨૫) બચાવવા માટે ગામના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરતા હતા. શઆતમાં ગામલોકોએ આ બાબતે ટોલ પ્લાઝા સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. પરિણામે, ગામલોકોએ પોતે જ ઉકેલ શોધ્યો વાહનોને રોકી . ૫૦ની નક્કી રકમ વસૂલવી અને તેની પ્રિન્ટેડ રસીદ આપવી. રસપ્રદ વાત એ હતી કે રસીદ પર ગ્રામ પંચાયત ચોર્યાસી લખેલું હતું, જે આ સમગ્ર પ્રક્રિયાને એક સત્તાવાર પ આપતું હતું.
આ નિર્ણય ગામની પંચાયત દ્રારા પસાર કરાયેલા ઠરાવ બાદ લેવામાં આવ્યો હતો. ચોર્યાસીના સરપચં મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો અને આગળ વધુ માહિતી આપવામાં આવશે. પરંતુ ગામલોકોના આ ટોલ પ્રયોગને કાનૂની અડચણ આવી, યારે કામરેજ પોલીસે રવિવારે આ વસૂલી પર રોક લગાવી. પોલીસ મુજબ, આ પ્રકારની વસૂલી ગેરકાનૂની છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો યારે આ ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
પોલીસ ઇન્સ્પેકટર આર.બી. ગોજિયાએ જણાવ્યું હતું કે, અમને ગામમાં ટોલ વસૂલાત વિશે માહિતી મળી. યારે અમે સ્થળ પર પહોંચ્યા અને પરવાનગી વિશે પૂછયું, ત્યારે ગામલોકોએ પંચાયતનો ઠરાવ બતાવ્યો. હવે અમે આ મામલો તાલુકા વિકાસ અધિકારી પાસે મોકલ્યો છે જેથી ખબર પડે કે કયા નિયમ હેઠળ આવી વસૂલી થઈ શકે. ગામલોકોનો દાવો છે કે આ વસૂલી કોઈ પર બળજબરીથી કરવામાં આવી નહોતી. હાલ, આ સમગ્ર મામલો કાનૂની તપાસ હેઠળ છે અને આગળ શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application