જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખના સાડી યુનિટનું ગેરકાયદેસર વીજ–પાણી કનેકશન કપાયું
જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખના સાડી યુનિટનું ગેરકાયદેસર વીજ–પાણી કનેકશન કપાયું
July 15, 2026 11:31 AM
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું સાડીના યુનિટ જ આખું ગેરકાયદેસર હોવાની ફરીયાદ સાથે નગરપાલિકાના પૂર્વ સદસ્યાએ સ્થાનિક મહિલાઓ સાથે જીપીસીબી કચેરી સામે છાવણી નાખી ઉપવાસ આંદોલન શરૂ કરતાં જ જીપીસીબીના હત્પકમથી પીજીવીસીએલે વીજ કનેકશન અને નગરપાલિકાએ પાણીનું ગેરકાયદેસર કનેકશન કાપી નાખ્યું હતું. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાનું સામાકાંઠા, નરસગં ટેકરી વિસ્તારમાં આવેલ ધ્રુવલ પ્રિન્ટ યુનિટ આખું ગેરકાયદેસર હોવાની નગરપાલિકાના જ પૂર્વ સદસ્યા શારદાબેન વેગડાએ જીપીસીબીની સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધીની કચેરીમાં અસંખ્ય ફરીયાદો કરેલ હતી. અને ફરીયાદના અનુસંધાને જીપીસીબીની વિજિલન્સની તપાસ પણ આવી હતી. તેમ છતાં સાડીનું યુનિટ ચાલુ ને ચાલુ હોવાથી શારદાબેન દ્રારા અઠવાડિયા પૂર્વે જીપીસીબીને ફરીથી ફરીયાદ કરી હતી કે, તેઓની ફરીયાદના અનુસંધાને થયેલ તમામ તપાસના રીપોર્ટ તેઓને આપવામાં આવે અને કન્સાઇટ વગર હજુ કારખાનું ધમધમે છે તેમજ ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનો પણ મંજૂરી વગર બેસાડેલ છે અને કારખાનાનું તમામ પ્રદુષિત પાણી સીધુ નદીમાં છોડવામાં આવતું હોય પોતાને સાથે રાખી તપાસ કરવામાં આવે અને જો પોતાની માંગ મુજબ નહિ કરવામાં આવે તો સ્થાનિક મહિલાઓને સાથે રાખી જીપીસીબી કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આવી ચીમકી છતાં જીપીસીબીએ તેણીને કોઈ પ્રત્યતર ન આપતા શારદાબેન સ્થાનિક મહિલાઓની વિશાળ સંખ્યા સાથે જીપીસીબી કચેરી સામે ઉપવાસી છાવણી નાંખી આંદોલન શરૂ કયુ હતું. આંદોલન શરૂ થતાં જ આજે જીપીસીબીએ ધ્રુવલ પ્રિન્ટની વિઝીટ કરેલ અને પીજીવીસીએલે તેનું વીજ કનેકશન કાપી નાખ્યું હતું. આ અંગે જીપીસીબીમાંથી મળતી વિગત જીપીસીબીને તો એકાદ મહિના પહેલા જ વીજ કનેકશન કાપવાનો પત્ર લખી નાખ્યો છે અને વીજ કનેકશન ત્યારે જ કપાય યારે કોઈ પણ યુનિટને કલોઝર હોય એટલે ધ્રુવલ પ્રિન્ટને કલોઝર છે. યારે પીજીવીસીએલના ઈજનેર સરધારાએ જણાવેલ કે ૧૩ જુલાઈએ જીપીસીબીનો પત્ર મળેલ અને અમેે કાર્યવાહી કરતા ધ્રુવલ પ્રિન્ટનું વીજ કનેકશન કાપી નાખ્યું છે. જીપીસીબી બાદ જેતપુર નગરપાલિકાએ પણ શારદાબેનની ફરીયાદના આધારે પૂર્વ પ્રમુખના યુનિટમાં નગરપાલિકાની પાણીની મુખ્ય લાઈનમાંથી અઢીથી ત્રણની લાઈન દ્રારા પાણી ચોરીનું કનેકશન કાપી નાખ્યું હતું. આ અંગે વોટર વકર્સના અધિકારી નિકુંજ ઉસદડીયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે, અમારી શાખાએ હાલ ગેરકાયદેસર પાણીનું કનેકશન કાપ્યું છે. પરંતુ પૂર્વ પ્રમુખ સામે કોઈ કાર્યવાહી વિશે કઈ જણાવ્યું ન હતું. સામાન્ય રીતે પાણી ચોરી પકડાય તો ફોજદારી ફરીયાદ અને દડં બંનેની જોગવાઈ છે હવે જોવાનું રહ્યું નગરપાલિકા પૂર્વ પ્રમુખ સામે શું કાર્યવાહી કરશે