ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસદં પણ કરી રહ્યા છે. ડો. જયેશ પાવરી એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ પણી જૂદા– જુદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડુસ કરી છે અને હવે તએક અનોખી ગુજરાતી ફિલ્મ અજમ રાતની ગજબ વાત લઈને આવી રહ્યા છે. ૧૫મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિકકોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના પ્રોમોશન અથે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈધ ઉપરાંત દિગ્દર્શક પ્રેમ ગાવી અને કિલ્લોલ પરમાર 'આજકાલ'ના આગણે આવ્યા હતા. અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાજકોટમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો પણ યોજાયો. તેમણે 'આજકાલ'ની મુલાકાતમાં જણાવ્યું હતું. કે, આ પહેલીવાર છે યારે ભવ્ય તથા આરોહી સ્કીન શેર કરી રહ્યાં છે, ફિલ્મના ડિરેકટરની વાત કરીએ તો દિગ્દર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લ ોલ પરમાર દ્રારા કરવામાં આવ્યું છે. પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેકટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.
ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં પશ્વી મહેતા, દીપ વૈધ, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠકક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રાજકોટના નાટય કલાકાર ધોરશ શુકલ પોતાની કલા બતાવશે.
ફિલ્મ ભવ્ય ગાંધી આરોહી પટેલ, દીપ વૈધ, યશ્વી મહેતા, આરજે હર્ષ તથા આરજે રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, પાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રૂપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજના નિષ્કર્ષ તરફ દોરી જાય છે.
ડો. જયેશ પાવરા જણાવે છે કે, એક પ્રોડુસર તરીકે હંમેશા હત્પં એ વિચાં છું કે દર્શકોને શું પસદં પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસદં આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની તમન ટીમ અદ્રત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અતં આવશે કાપ નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મ ૧૫મી નવેમ્બરના રોજ રિલીઝ થશે.્ર
ફિલ્મની ખાસ બાબત એ છે કે, આ ફિલ્મ માત્ર ૧૭ રાતમાં શૂટ કરવામાં આવી છે. આ અંગે ભવ્ય ગાંધીએ જણાવ્યુ હતું કે, બન્ને ડિરેકટરોનું વિઝન ખુબ કિલયર હતું. શૂટિંગ પહેલા જ તેમણે સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી રાખી હતી., મોનિગ વોકની જેમ અમદાવાદમાં થતાં નાઈટ હેરીટેજ વિશે પણ લોકો જાણશે. આ દિવસની શૂટિંગ દરમિયાન ટીમને વરસાદનું વિઘન આવ્યું હોવા છતાં માત્ર ૧૭ રાતમાં સંપૂર્ણ ફિલ્મક શૂટ કરવામાં આવી હતી. દરેકે એક બીજાને રાતમાં જગાડવા ખૂબ સપોર્ટ કર્યેા. ફિલ્મની સ્ટોરી ૩ મિત્રોની વાત કરે છે જેમાં બે મિત્રો ત્રીજા મિત્રની મદદ કરવા તેની પ્રેમિકાને લ મંડપમાંથી ઉઠાવે છે ને શરૂ થાય છે પચી ગોલમાલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech