લક્ષ્મીવાડી મ્યુનિ.આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ દર્દીઓને રઝળાવી કાર્યક્રમમાં ઉપડ્યો

  • July 23, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લક્ષ્મીવાડી મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ દર્દીઓને રઝળાવી મહાપાલિકાના કાર્યક્રમમાં પદાધિકારીઓનું સ્વાગત કરવા ઉપડી જતા તેમજ કલાકો સુધી પરત નહીં ફરતા સંખ્યાબંધ દર્દીઓ રઝળી પડ્યા હતા. આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતા દર્દીઓએ મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર, લક્ષ્મીવાડી મેઇન રોડ પર અખિલ હિન્દ મહિલા પરિષદ પુજારા પ્લોટ ખાતેના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટરો દર્દીઓને રઝળાવીને કાર્યક્રમમાં વ્યસ્ત હતા. ગઈકાલે બપોરના ચાર કલાકે દર્દીઓને તપાસવાના સમયે જ શાળા તપાસણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જે કાર્યક્રમનો સમય બપોરના 3-30 હતો પરંતુ આમંત્રિત મહેમાનો મોડા આવતા ડોક્ટરોને ફરજિયાત આ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી રહેવાની ફરજ પડાઇ હતી. જે પગલે આ કેન્દ્રમાં આવેલા સિનિયર સિટીઝનો મહિલાઓ અને બાળકોને ડોક્ટર આવે ત્યાં સુધી રાહ જોઇને ફરજિયાત બેસવું પડ્યું હતું.આ અંગે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કમિશનર ના ફોન રિસીવ થયા ન હતા. અંતે કમિશનરને ફોન કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવેલ હતો.
વધુમાં દર્દીઓએ જણાવ્યું હતું કે આ આરોગ્ય કેન્દ્રમાં ચોગાનમાં જ મેડિકલ વેસ્ટ ભરાયેલી કચરાપેટી જાહેરમાં હતી ઢાંકણા વગરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિત જાણ કરી આ પ્રકારના કાર્યક્રમો આરોગ્ય કેન્દ્રના ડોક્ટરના દર્દીઓના તપાસણીના સમય દરમિયાન કોઈપણ પ્રકારના કાર્યક્રમો કે શાળા તપાસણીના ના કાર્યક્રમો, અવાર નવાર મીટીંગો અને સરકારની વાહ-વાહીના કાર્યક્રમો ગોઠવવાનો પદાધિકારીઓને અભરખો જાગ્યો હોય તો આરોગ્ય કેન્દ્રના દર્દીઓને તપાસવાના સમયે આ પ્રકારના કાર્યક્રમો પર મ્યુનિસિપલ કમિશનરે પ્રતિબંધ લાદવાની જરૂર છે. અથવા તો તપાસના સમય દરમિયાન એક ડોક્ટરની હાજરી આરોગ્ય કેન્દ્ર પર હોવી અનિવાર્ય છે. રાજકોટના તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર ફેસ ડિટેક્ટર મશીનમાં હાજરી પુરાવવી જરૂરી છે. આ કેન્દ્રના મેદાનમાં જ ડસ્ટબિનમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં રાખવામાં આવ્યો હતો જેમાં દવાના બોક્સ, દવાની ટયુબોના ખાલી બોક્સ અન્ય મેડિકલ વેસ્ટ ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો તેવી દર્દીઓએ ફરિયાદ કરી હતી. આ મામલે ગજેન્દ્રસિંહ ઝાલાએ મ્યુનિ.કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application