BREAKING NEWS

મનપા–રૂડાના આવાસો ભાડે આપવાનો ધીકતો ધંધો

  • July 11, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ કરાયેલી આવાસ યોજનાઓમાં નિર્માણ કરાયેલા આધુનિક લેટ ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને ચેકિંગના સદંતર અભાવે આ ધંધો પૂર બહારમાં વિકસી રહ્યો છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષેાથી આવું ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા એક દાયકામાં અનેક નવી આવાસ યોજનાઓ સાકાર થતા તેમાં નિયમ મુજબ આવાસ મેળવ્યા બાદ હા પૂર્ણ થયા ન હોય ત્યાં ભાડે ચડાવી દેવામાં આવે છે અને ભાડાની આવકમાંથી હા ભરવામાં આવે છે, આટલું જ નહીં હા પૂર્ણ થાય અને માલિકી હક્ક મળે ત્યાં વેંચી પણ નાખવામાં આવે છે.
ખાસ કરીને રાજકોટ મહાપાલિકાની આવાસ યોજનાઓના આવાસના ચડત હાનું બાકી લેણું પણ કરોડો પિયામાં છે જે વસુલ કરવા માટે કયારેય કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ બાકી લેણું વસુલવા માટે આવાસો સીલ કરવા જેવા પગલા લેવામાં આવતા હતા પરંતુ હવે તો ચેકિંગ જ થતું નથી તેથી આવા આવાસો સામે કાર્યવાહી કરવાની વાતનો જ છેદ ઉડી ગયો છે.
મૂળ લાભાર્થી આવાસ ભાડે આપે કે નિર્ધારિત સમય મર્યાદા પૂર્વે વેંચાણ સોદો કરી નાખે તેવા કિસ્સામાં નિયમભગં બદલ કરવાપાત્ર થતી આકરી દંડનીય કાર્યવાહી કયારેય કરાતી નથી જેના પરિણામે આ ધંધો ખૂબ ફલ્યો ફાલ્યો છે. અમુક કિસ્સામાં તો લાભાર્થી ગાયબ થઇ જાય છે અને ભાડુઆતો સામે કહેવા પુરતી કાર્યવાહી થાય છે જેના લીધે તંત્રની કોઇ ધાક રહી નથી. કયારેક આવાસો સીલ કરીને તત્રં સંતોષ માને છે પણ આ સીલ કયારે ખુલી જાય છે તેની કોઇને ખબર હોતી નથી. મહાનગરપાલિકાની આવાસ યોજના શાખા પાસે તો સ્ટાફ છે અને વર્ષમાં એકાદ વખત કહેવા પૂરતું ચેકિંગ પણ કરી લ્યે છે પરંતુ ડાંની આવાસ યોજનાઓમાં તો કયારેય ચેકિંગ થતું જ નથી તેથી જ ડાની આવાસ યોજનાઓ શહેરની બહાર હોવા છતાં તેમાં આવાસો મેળવવા માટે પડાપડી થાય છે કારણ કે લાભાર્થીને આવાસ કબજો મળે તે સાથે જ ભાડે ચડાવીને કમાણી શ થઇ જાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News