રાજકોટ જિલ્લા પંચાયતના કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોકટર મિતેશ ભંડેરીની દ્રારકા જિલ્લામાં બદલી થયા પછી છેલ્લા બે વર્ષથી ખાલી પડેલી આ જગ્યા પર ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવતું હતું. રાય સરકારે ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આ જગ્યા પર કચ્છના આર. આર. ફલામાડીની નિમણૂક કરી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી ઉપરાંત આરસીએચઓની પણ જગ્યા છેલ્લા અઢી વર્ષથી ખાલી હતી. આ જગ્યા પર નવસારીના પી.એચ.જોશીને મૂકવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતોમાં આરોગ્ય અધિકારીઓની ખાલી પડેલી જગ્યા પર સરકારે રાયના ૧૩ તબીબી અધિકારીઓને પ્રમોશન આપીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જવાબદારી સોંપી છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર સોમનાથ દ્રારકા અને અમરેલીમાં પણ નિમણૂંક કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ખાલી પડેલી એક જગ્યા પર સરકારે પોરબંદરના અધિકારીને બદલી કરીને રાજકોટ જિલ્લા પંચાયતમાં મુકયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં મહત્વની આ બંને ખાલી જગ્યાઓ ભરાઈ જતા હવે વહીવટી કામગીરીમાં તેની પોઝિટિવ અસર જોવા મળશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાવાળાઓ અને પ્રમુખ સહિતના પદાધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતનાઓ સમક્ષ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા પછી હવે તેના પરિણામો મળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: યુરિયા અને ડીએપી ખાતર સાથે નેનો બોટલ ફરજિયાત આપવામાં આવતા ધ્રોલ પંથકના ખેડૂતોમાં નારાજગી
November 18, 2024 01:03 PMજામનગરમાં રોગચાળો યથાવત: બે દિ’માં તાવના 280 અને ડેન્ગ્યુના 70 દર્દીઓ
November 18, 2024 12:55 PMજામનગરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: લઘુતમ તાપમાન 18 ડીગ્રી
November 18, 2024 12:53 PMગુલાબનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
November 18, 2024 12:50 PMજામનગરમાં વિદેશી શરાબની હેરાફેરી: 3 ની અટકાયત
November 18, 2024 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech