વાહ રે ફરજનિષ્ઠા: પોલીસે આરોપીને જાતે જ બંદૂક આપીને જેલમાં મોકલ્યા

  • August 06, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશ માટે કે કાનુન માટે નહી પરંતુ આરોપીઓ માટેની ફરજ નિષ્ઠા કેવી છે તેના પુરાવા શોધવા બહુ દુર જવાની જરૂર પડે તેવું નથી.ઉત્તર પ્રદેશ પોલીસે કંઈક એવું કર્યું જેની ચચર્િ હવે દરેક જગ્યાએ થઈ રહી છે. હકીકતમાં, પોલીસકર્મીઓએ જ કારમાં બંદૂક રાખીને યુવકને જેલમાં મોકલ્યો હતો. પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટના એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કાર્યવાહીના કારણે બુલંદશહરની શિકારપુર પોલીસ ચચર્મિાં આવી હતી. શિકારપુર પોલીસના આ કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો વેગ પકડ્યા પછી, એસએસપીએ હાલમાં શિકારપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, ચોકીના ઈન્ચાર્જ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે અને કેસની તપાસ એસપી ક્રાઈમને સોંપવામાં આવી છે. તપાસ બાદ વિગતવાર રિપોર્ટ એસએસપીને સોંપવામાં આવશે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ટાઉન આઉટપોસ્ટના ઈન્ચાર્જની હાજરીમાં પિસ્તોલ કારમાં રાખવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application