૨૦ વર્ષના સૌથી મોટા સૂર્ય–વાવાઝોડાને લીધે નેવિગેશન, સેટેલાઇટ કામગીરીને અસર થશે

  • May 11, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈજ્ઞાનિકોએ પૃથ્વી માટે મોટી ચેતવણી આપી છે. અવકાશમાંથી પૃથ્વી પર એક મોટી આફત આવી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક શકિતશાળી સૌર તોફાન પૃથ્વી પર આવી શકે છે. છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત આ ગંભીર શ્રેણીની ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકાની એક મોટી વૈજ્ઞાનિક એજન્સીએ જીઓમેેટિક વાવાઝોડાની ચેતવણી આપી છે. બે દાયકામાં આ પહેલી આવી ચેતવણી છે જે પૃથ્વી પરની વિવિધ ઈલેકટ્રોનિક સિસ્ટમોને અસર કરી શકે છે. અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ આ એલર્ટ ત્યારે જારી કયુ છે યારે તેને બાહ્ય અવકાશમાં શકિતશાળી સૌર વાવાઝોડા વિશે જાણ થઈ છે.આ ચેતવણી ગંભીર શ્રેણીની છે. તે જી ૪ જીઓ મેેટિક સ્ટોર્મ વોચ તરીકે વર્ગીકૃત થયેલ છે. ચેતવણીએ પાવર ગ્રીડ, કોમ્યુનિકેશન નેટવકર્સ અને સેટેલાઇટ સહિત ઇલેકટ્રોનિક સાધનો માટેના જોખમો પર પ્રકાશ પાડો હતો.યુએસ એજન્સીએ કહ્યું કે સૌર તોફાન જીપીએસ જેવા ઈલેકટ્રોનિક ઉપકરણોને પણ વિક્ષેપિત કરી શકે છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના સ્પેસ વેધર પ્રિડિકશન સેન્ટરનો એક વિભાગ ૮ મેના રોજ શ થયેલી સૌર વાળાઓ અને કોરોનલ માસ ઇજેકશનની શ્રેણીને પગલે સૂર્યનું નિરીક્ષણ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશ હવામાનની આગાહી કરનારાઓએ ગંભીર જીઓમેેટિક સ્ટોર્મ વોચ જારી કરી છે.વધારાના સૌર વિસ્ફોટને કારણે જીઓમેેટિક વાવાઝોડાની સ્થિતિ આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહી શકે છે


સૂર્યની વાળાઓથી તોફાન
૮ મે થી ઘણા સૌર વાળાઓ અને કોરોનલ માસ ઇજેકશન જોવા મળ્યા હતા. સૂર્ય ખૂબ જ વિશાળ છે અને તેના પર ઘણા ફોલ્લીઓ છે, જેને સનસ્પોટસ કહેવામાં આવે છે. નિવેદનમાં જણાવાયું છે કે સનસ્પોટમાંથી કેટલીક મજબૂત સૌર વાળાઓ બહાર આવી હતી. ઓછામાં ઓછા પાંચ વાળાઓ હતા જે પૃથ્વી તરફ જતા જોવા મળ્યા હતા. સૂર્યમાંથી નીકળતા તોફાનોથી કોઈ ખતરો ન સર્જાય તે માટે પૃથ્વી પર નજર રાખવામાં આવી રહી છે.

પૃથ્વી પર શું અસર જોવા મળશે?
આપણા ગ્રહ તરફ આગળ વધતા આ ભૌગોલિક તોફાનો પૃથ્વીની ભ્રમણકક્ષા અને ગ્રહની સપાટી પરના માળખાકીય સુવિધાઓ માટે નોંધપાત્ર જોખમો ઉભી કરે છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે તે નેવિગેશન, રેડિયો અને સેટેલાઇટ કામગીરીને અસર કરી શકે છે. સંભવિત ઈન્ટરનેટ આઉટેજ વિશે પણ ચિંતાઓ છે, જે આધુનિક સંચાર ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્ણાયક પાસું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application