BREAKING NEWS

સંત કબીર રોડ પર જલ ગંગા ચોક પાસે બે દિવસ પૂર્વે બનાવ

  • May 11, 2026 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના સંતકબીર રોડ પર જલગંગા ચોક નજીક બે દિવસ પહેલા બે બાઈક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘવાયેલા રામનાથપરામાં રહેતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવક જમ્યા બાદ રાત્રીના ચા પીવા જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. બનાવના પગલે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  પામ વિગત મુજબ મૂળ કલકત્તાનો અને હાલ રાજકોટના રામનાથપરામાં રહેતો મુસ્તાક બાથી રજુ એસકે (ઉ.વ.૨૨)નો યુવક તા.૯ના રાત્રીના અગ્યારેક વાગ્યે બાઈક લઈને ઘરેથી ચા પીવા હોટેલે જતો હતો ત્યારે જળગંગા ચોક પાસે સામેથી આવતા મોટસાઇકલ ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં યુવક ને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર યુવક બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ચાર વર્ષવી વતનના છોકરાઓ સાથે ઓરડીમાં રહી કાસ્ટિંગનું કામ કરતો હતો. તા.૯ના રાત્રીના જમી લીધા બાદ ચા પીવા માટે નીકળતા અકસ્માત નડયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાશી જનાર અજાણ્યા બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application