કાલથી ગરમી વધશે: અનેક શહેરોમાં ૪૩થી ૪૪ ડિગ્રી પહોંચવાની ભીતિ

  • April 23, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત રાજયના તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નીચે છે પરંતુ આવતીકાલથી તેમાં વધારો થશે અને ચારથી પાંચ દિવસમાં બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે. સોમવારે અમદાવાદ રાજકોટ અમરેલી સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું છે. પરંતુ આવતીકાલથી ત્યાં ૪૦ ડિગ્રી તાપમાન થઈ જવાની શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટ ના રાયોમાં બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધશે યારે મધ્ય ભારતમાં ત્રણ ડિગ્રી સુધી વધારાની શકયતા છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે. યારે દેશના અન્ય રાયોની વાત કરીએ તો પિમ બંગાળ,  કર્ણાટકા, ઓડિસા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, બિહારમાં આવતીકાલથી પાંચ દિવસ માટે અનેક જગ્યાએ હિટવેવ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, પુંડીચેરી, કર્ણાટક, ગોવા સહિતના દરિયાકાંઠે ભેજવાળું અને ગરમ વાતાવરણ રહેશે. મધ્યપ્રદેશમાં રાત્રિનું તાપમાન વધવાની પણ શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application